તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Friday, 10th May 2024
શહેરના ભાજપના આગેવાનોએ સામ પિત્રોડાના પુતળા ઉપર રોષ ઠાલવ્યો

રાજકોટઃ કોંગ્રેસના ગાંધી પરિવારના સલાહકાર રહેલા અને વારંવાર વિવાદીત નિવેદનો માટે વગોવાયેલા સામ પિત્રોડાએ દેશવાસીઓના શરીરના વાન અંગે ટીપ્પણી કરતા સમગ્ર દેશવાસીઓમાં રોષની લાગણીને ઠેસ પહોંચાડી હતી. ત્યારે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા કિશાનપરા ચોક ખાતે તેમના પૂતળા ઉપર રોષ ઠાલવી વિરોધ કરવામાં આવેલ હતો. આ તકે મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.દર્શિતાબેન શાહ, મનીષભાઇ રાડીયા, નયનાબેન પેઢડીયા, વિક્રમભાઇ પુજારા, હરેશભાઇ જોષી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
(3:52 PM IST)










