News of Friday, 10th May 2024
મવડી વૃંદાવન પાર્કના કારખાનેદાર બટુકભાઇ પાનસુરીયાનું હાર્ટએટેકથી મૃત્યુ

રાજકોટ તા. ૧૦: હાર્ટએટેકથી વધુ એક મૃત્યુ થયું છે. મવડી ગામ રામધણ પાછળ વૃંદાવન પાર્કમાં રહેતાં બટુકભાઇ રણછોડભાઇ પાનસુરીયા (ઉ.વ.૬૨)નું હૃદય બંધ પડી જવાથી મૃત્યુ થયું છે. બટુકભાઇને સવારે છાતીમાં એકાએક દુઃખાવો ચાલુ થતાં પત્નિએ પુત્રને જગાડતાં પુત્ર રવિભાઇએ તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતાં. પરંતુ ત્યાં મૃત્યુ નિપજતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. સંતાનમાં એક પુત્ર છે. શાપરમાં પોતે કારખાનુ ચલાવતાં હતાં. હોસ્પિટલ મારફત તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.
(3:58 PM IST)










