<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

કંચનભાઈ પટેલ (કે.બી.ઝવેરી) અને નર્મદાબેને ૫૦મી લગ્ન વર્ષગાંઠની ઉજવણી શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલના ૫ બાળદર્દીઓને ડિસ્‍ચાર્જ આપી અનોખી રીતે કરી

રાજકોટ : શ્રી કંચન ભાઈ પટેલ અને તેમના પત્‍ની શ્રીમતી નર્મદાબેન એ (કે બી ઝવેરી) તેમની ૫૦મી લગ્ન વર્ષગાંઠની ઉજવણી શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ ના ૫ બાળદર્દીઓ ને ડિસ્‍ચાર્જ આપીને અનોખી રીતે ઉજવણી કરી હતી. ખુબજ પાયાથી પોતાની કારકિર્દી ની શરૂઆત કરનાર કંચનભાઈ પટેલ અને તેમના પત્‍ની નર્મદા બેન તરીકે ઓળખાતા શ્રી કે.બી. ઝવેરીએ અમદાવાદની શ્રી સત્‍ય હાર્ટ હોસ્‍પિટલ ખાતે તેમની ૫૦મી લગ્ન વર્ષગાંઠની ઉજવણી તા ૧૦-૦૫-૨૦૨૪ના રોજ કરી હતી. તેઓએ તેમનો ખૂબ જ ખાસ દિવસ એવા જરૂરિયાતમંદ બાળકો વચ્‍ચે વિતાવવાનું પસંદ કર્યું હતું.

કંચન ભાઇ અને તેમના પરિવારે હૃદયરોગ ની સારવાર પછી સજા થયેલા ૫ બાળ દર્દીઓને ડિસ્‍ચાર્જ અને આશીર્વાદ આપ્‍યા હતા. કંચન ભાઈ એ ખુબજ પાયાર્થ પાયાથી પોતાની કારકિર્દી ની શરૂઆત કરી હતી. આજે તેઓ તેમની ઉદાર પરોપકારી પ્રવળત્તિઓ માટે વ્‍યાપકપણે જાણીતા છે. જવેલરીથી રિયલ એસ્‍ટેટ બિઝનેસ સુધી મજબૂત અને વિશાળ સામ્રાજ્‍ય તેમની સખત મહેનત, સમર્પણ અને પ્રતિબદ્ધતાનું પરિણામ છે. તેમના પત્‍ની નર્મદાબેન પણ હંમેશા તેમની આંતરિક શક્‍તિ રહી છે અને તેમને તમામ પ્રયત્‍નોમાં તેમને ટેકો આપ્‍યો છે.

કંચન ભાઈ અને તેમનો પરિવાર છેલ્લા ૨૪ વર્ષથી શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલના સેવા કાર્ય સાથે હૃદયથી જોડાયેલા છે. તેમનો પરિવાર પણ હંમેશા ખૂબ જ સહયોગી રહ્યો છે.

આ હોસ્‍પિટલ છેલ્લા ૨૪ વર્ષથી ભગવાન શ્રી સત્‍ય સાઈ બાબાની પ્રેરણાથી આરોગ્‍ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે. આ હોસ્‍પિટલમાં હૃદયના તમામ પ્રકારના ઓપરેશન વિનામૂલ્‍યે કરવામાં આવે છે.આ હોસ્‍પિટલ દ્વારા દેશના અલગ રાજ્‍યો સાથે કરાર થયેલ છે જેમાં ઓડિશા, રાજસ્‍થાન, બિહાર, મધ્‍ય -દેશ, આસામ, ઝારખંડ અને લદ્દાખ હૃદય રોગના દર્દીઓની સારવાર વિના મૂલ્‍યે કરવામાં આવે છે.

૩૧૦ બેડ, ૪ ઓપરેશન થીએટર, ૪ આઈસીયુ-આઈસીસીયુ, અને કૅથ લેબ ધરાવતી શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ, કાશિન્‍દ્રા સેવા ક્ષેત્રે અનન્‍ય મિસાલ બની રહી છે. અહીં ધર્મ, જાતિ કે લિંગના ભેદભાવ વિના તમામ બાળદર્દીઓના વિનામૂલ્‍યે ઓપરેશન કરવામાં આવે છે.

ૅદિલ વિધાઉટ બીલૅના નામે જાણીતી શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ,, ભૂતપૂર્વ રાષ્‍ટ્રપતિ શ્રી એ. પી. જે. કલામે આ હોસ્‍પિટલને ૅદિલ વિધાઉટ બીલૅ ના નામથી બીર્દાવેલ છે. સરનામું : શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ, વિશ્વકર્મા મંદિર ની સામે, સરખેજ ધોળકા હાઇવે, કાસીન્‍દ્ર, અમદાવાદ,  https://goo.gl/maps/uMyfKKAjRcz     

(3:59 PM IST)