<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

ગેરસમજણ હતી, તે દૂર થઈ ,સામાજિક લડત ચાલુ જ રહેશે પી.ટી જાડેજાને લઇને સંકલન સમિતિના રમજુભાનો ખુલાસો

રમજુભાએ જણાવ્યું કે, પી.ટી જાડેજા ચિંતામાં બોલી ગયા છે. એ સંસ્થાનો આંતરિક પ્રશ્ન હતો, જે હવે પૂર્ણ થઈ ગયો છે. પીટી જાડેજા સંકલન સમિતિ સાથે જ છે તેમના જે પ્રશ્નો હતા તેની એમની સાથે ચર્ચા થઈ ગઈ છે.

અમદાવાદ :લોકસભાની ચૂંટણી બાદ સૌરાષ્ટ્રમાં ક્યાંક નેતાઓમાં નારાજગી તો ક્યાંક સંસ્થા સહકારી સંસ્થાના નેતાઓ આમને-સામને અને ક્યાંક સામાજિક સંસ્થાઓના નેતાઓ આમને સામને જોવા મળી રહ્યા છે.આજે વહેલી સવારથી પી.ટી જાડેજાને લઈ રાજકારણ ગરમાયું છે. જેને લઇ સંકલન સમિતિનના રમજુભા દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી.

આ અંગે પત્રકાર પરિષદ સંબોધતા સંકલન સમિતિના રમજુભાએ જણાવ્યું કે, પી.ટી જાડેજા ચિંતામાં બોલી ગયા છે. એ સંસ્થાનો આંતરિક પ્રશ્ન હતો, જે હવે પૂર્ણ થઈ ગયો છે. પીટી જાડેજા સંકલન સમિતિ સાથે જ છે તેમના જે પ્રશ્નો હતા તેની એમની સાથે ચર્ચા થઈ ગઈ છે. અમે પહેલા પણ સાથે હતા અને અત્યારે પણ સાથે જ છીએ. જે ગેરસમજણ થઈ હતી, તે દૂર થઈ ગઈ છે.

વધુમાં રમજુભાએ જણાવ્યું કે, અમે કોઈ સરકાર, પક્ષ કે વ્યક્તિના વિરોધી નહતા. અમારી લડત જે વાણી-વિલાય થયો તેની વિરુદ્ધ હતી. અમે કોઈ પક્ષની તરફેણમાં નહતા. અમારી લડત નારી અસ્મિતા માટેની હતી. અમે ક્યારેય કોંગ્રેસના પ્લેટફોર્મ પર જઈને ભાષણ આપ્યું નથી અને અમારા પ્લેટફોર્મ પર પણ ક્યારેય કોંગ્રેસના નેતાઓને બોલાવ્યા નથી. અમે સામાજિક સંગઠન છીએ અને અમારી સામાજિક લડત ચાલુ જ રહેશે.

હકીકતમાં ક્ષત્રિય આંદોલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા પી.ટી. જાડેજાની 6 ઑડિયો ક્લિપ ફરતી થઈ હતી. જેમાં તેઓએ સંકલન સમિતિ સામે સવાલ ઉઠાવીને તેને પડકાર ફેંક્યો હતો. આ વીડિયોમાં પી.ટી. જાડેજા એક મહિલા સહિત સંકલન સમિતિના પાંચ સભ્યોની કરતૂતોનો ભાંડાફોડ કરવાની ધમકી આપવા સાથે રાજીનામું આપવાની વાત કહેતા હતા.

જો કે આ ઑડિયો બાદ ખુદ પી.ટી. જાડેજાએ સ્પષ્ટતા કરતા સંકલન સમિતિમાંથી પોતાના રાજીનામાંની વાતને અફવા ગણાવી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે, મેં રાજીનામું આપવાની વાત કરી હતી, પરંતુ આપ્યું નથી. મારી ફરિયાદ હતી કે, લાખો યુવાનો સોશિયલ મીડિયામાં મને સમર્થન આપવા આગળ આવ્યા, પરંતુ સંકલન સમિતિએ મને સપોર્ટ નહતો કર્યો. જેથી મારે થોડી નારાજગી હતી, જે હવે દૂર થઈ ગઈ છે.


 

( IST)