તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
ઇલેકટ્રીક સીટી બસના ડ્રાઇવરોની ૬ કલાક ઓંચિતી હડતાલઃ બપોરે ૧૨ વાગ્યા બાદ ફરી કાર્યરત

રાજકોટઃ શહેરમાં મહાનગર પાલિકા સંચાલીત સીટી બસો લોકોને અવર-જવરમાં ખુબ ઉપયોગી છે. આ સેવાનો નગરજનો મોટા પ્રમાણમાં લાભ લેતાં હોય છે. પરંતુ અવાર-નવાર બ્લુ સીટી બસો કોઇને કોઇ કારણોસર સીટી બસો ચર્ચાના ચગડોળે રહેતી હતી. સર્વર ડાઉન થઇ જવાને કારણે ટિકીટના મશીનો ઠપ્પ થઇ જવાને કારણે વારંવાર સીટી બસોને થંભાવી દેવી પડતી હતી. આ કારણે લોકોને હેરાન થવું પડતુ હતુ ત્યારે આજે સવારે શહેરમાં દોડતી ઇલેકટ્રીક બસના એજન્સીના ડ્રાઇવરોના પગાર ન થતા કારણે ઠપ્પ થઇ જતાં લગભગ ઇલેકટ્રીક બસના તમામ રૂટની સીટી બસો બંધ કરવી પડી હતી. આ બસોની ૮૦ ફુટ રોડ પર પોઇન્ટ ખાતે કતારો જામી ગઇ હતી. જે તસ્વીરોમાં જોઇ શકાય છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યા મુજબ આ બસ સેવાની એજન્સી અને ડ્રાઇવરોને સમજાવટથી બસ સેવા ફરી સવારે ૧૨ વાગ્યે શરૂ કરવામાં આવી હતી.(તસ્વીર-અશોક બગથરીયા)
(3:39 PM IST)










