તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
સાધુ વાસવાણી સ્કુલના સતત પાંચમાં વર્ષે ૧૦૦% પરિણામથી વિદ્યાર્થીઓ-વાલીઓમાં હર્ષ અને ઉલ્લાસનો માહોલ છવાયેલ
મૂડીવાદીને બદલે સમાજવાડી વિચારધારાને ધ્યાને લઇ મધ્યમ વર્ગીય સમાજને પરવડે તેવી શૈક્ષણિક ફીથી ચાલતી : સમાજવાદી વિચારધારાને ધ્યાનમાં રાખી સાધુ વાસવાણી સ્કુલમાં મધ્યમ વર્ગીય સમાજના બાળકોને પરવડે તેવી ફીથી શિક્ષણ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે : મૂડીપતિઓ સંચાલિત સ્કુલોમાં યોજાતા એન્યુઅલ ફંકશન, ટ્રેડ ફેર, બિઝનેશ ફેર, કેમ્પ, સાંસ્કૃતિક : કાર્યક્રમો વિગેરે યોજાતી બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓ સાધુ વાસવાણી સ્કુલોમાં નિયમીતપણે યોજવામાં આવે છે : વિદ્યાર્થીઓની ખૂબીઓ અને ખામીઓ ઉપર વ્યકિતગત ધોરણે શૈક્ષણિક સ્ટાફ બારીકાઇથી અવલોકન કરી વિદ્યાર્થીઓને મદદરૂપ થવામાં તત્પરતા દાખવવી તે સ્કુલની આગવી ઓળખ છે : સાધુ વાસવાણી સ્કુલના ચેરપર્સન એડવોકેટ રવિ બી. ગોગીયા, ફાઉન્ડર ટ્રસ્ટી બી.બી.ગોગીયા, સીઇઓ પુરૂષોત્તમ પીપરીયાએ સૌ વિદ્યાર્થીનીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ

મઘ્યમ વર્ગીય સમાજ ગજા બહાર મોંઘુડાટ થતુ જાય છે અને શિક્ષણમા મૂડીવાદીઓનુ પ્રભુત્વ દિનપ્રતિદીન વધતુ જતુ હોય ત્યારે શિક્ષણ સેવાને બદલે ધંધાનુ સાધન હોય શિક્ષણ મોંઘુડાટ થઇ રહૃાુ હોય મઘ્યમ વર્ગીય સમાજ ઉત્તમ શિક્ષણથી વંચીત થતો જાય છે તેવા સંજોગોમા સમાજવાદી વિચારધારાને ઘ્યાનમા રાખી સાધુ વાસવાણી સ્કુલમા મઘ્યમ વર્ગીય સમાજના બાળકોને પરવડે તેવી ફી થી શિક્ષણ મળે તેવી વ્યવસ્થા કરવામા આવેલ છે.
મઘ્યમ અને ઉચ્ચ મઘ્યમ વર્ગીય સમાજના લોકોને પરવડે તેવી ફી મા શિક્ષણ પિરસવા છતા શૈક્ષણિક સવલતમા કોઇ કચાસ ન રહે તે માટે હરેક વર્ષે દાતાઓ પાસેથી ભંડોળો મેળવીને અદ્યતન શૈક્ષણિક સાધનો સાથે ઉચ્ચ શૈક્ષણિક પદવીઓ સાથે વિશીષ્ટ નોલેજ ધરાવતા શૈક્ષણિક સ્ટાફ કાર્યરત છે. વિદ્યાર્થીઓની ખૂબીઓ અને ખામીઓ ઉપર વ્યકિતગત ધોરણે શૈક્ષણિક સ્ટાફ બારીકાઇથી અવલોકન કરી વિદ્યાર્થીઓને મદદરૂપ થવામા તત્પરતા દાખવે છે તે સ્કુલની આગવી ઓળખ છે.
સાધુ વાસવાણી સેન્ટર (સૌરાષ્ટ્ર) ને આજે ૩પ વર્ષ સંપૂર્ણ થઇ ગયેલ હોવા છતા શાળા આધુનિક ડિજીટલ માઘ્યમ સાથે તાલ મિલાવી બાળકોનુ સર્વશ્રેષ્ઠ ઘડતર કરી રહી છે. સાધુ વાસવાણી સ્કુલ ભણતરની સાથોસાથ અન્ય અનેક પ્રવૃતિઓમાં પણ સફળતાના શિખરો સર કરી રહી છે.
મૂડીપતિઓ સંચાલિત સ્કુલોમા યોજાતા એન્યુઅલ ફંકશન, ટે્રડ ફેર, બિઝનેશ ફેર, કેમ્પ, સાંસ્કૃતિક કાર્યક્રમો, શૈક્ષણિક ટુર વિગેરે યોજાતી બિન શૈક્ષણિક પ્રવૃતિઓ સાધુ વાસવાણી સ્કુલોમા નિયમીતપણે યોજવામા આવે છે. આવા યોજાતા કાર્યક્રમોમા સ્પોન્સર અને દાતાઓ તરફથી સહાય મેળવવામા સફળ રહેતા હોય વિદ્યાર્થીઓ ઉપર પરવડે તેવો નહિવત બોજો આવે તેવી ખેવના દાખવવામા આવે છે.
સાધુ વાસવાણી સ્કુલમા ભભનારી તુ નારાયણીભભ ના સુત્રને મહત્વતા આપી તેમને સવિશેષ દરન્નજો આપવામા આવેલ છે. સાધુ વાસવાણી સ્કુલ્સ ફોર ગર્લ્સની વિદ્યાર્થીનીઓએ તેમના ભણતર ઉપરાંત અનેક બીજી પ્રવૃતિઓમાં પણ આગવી પ્રસિઘ્ધી હાંસલ કરેલ છે. વિદ્યાર્થીનીઓએ વિવિધ સ્પર્ધાઓ જેવી કે કરાટે, કુસ્તી, ચેસ, બેડમિન્ટન જેવી સ્પર્ધામાં અગ્રીમતા હાંસલ કરેલ છે તે સાધુ વાસવાણી સ્કુલ્સની મહેનત અને વિદ્યાર્થીનીઓ પ્રત્યેની લાગણી છે.
સાધુ વાસવાણી સ્કુલમા વિદ્યાર્થીઓને પૂરતુ પ્રોત્સાહન મળવા સાથે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મોટીવેશ્નલ સ્પીકરો, સફળ બીઝનેશ મેન, પ્રોફેશ્નલ સહિતના તજજ્ઞોનોને સમયાંતરે નિમંત્રીત કરી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થાય તે માટે ટ્રસ્ટીમંડળ સતત કાર્યરત રહે છે. ભણતરની સાથોસાથ ગણતર થાય તેવી અનેક સમાજલક્ષી પ્રવૃતિઓમાં વિદ્યાર્થીઓ આગળ વધે તે માટે અમે વિદ્યાર્થીનીઓને પૂરતુ જ્ઞાન, ઉત્સાહ અને હિંમત કેળવે તેવી કેળવણી આપવાના ફળ સ્વરૂપે હરવર્ષે સાધુ વાસવાણી સ્કુલના વિદ્યાર્થીઓ ઝળહળતુ ઉચ્ચતમ ૧૦૦% પરિણામ પ્રાપ્ત કરી રહૃાા છે જે નોંધનીય છે.
સૌરાષ્ટ્ર ભરમાં ગુણવતા સભર શિક્ષણ આપવામાં અગે્રસર રહેતી રાજકોટ સ્થિત ગાયકવાડી અને સાધુ વાસવાણી માર્ગ પર આવેલ સાધુ વાસવાણી સ્કુલના તેજસ્વી તારલાઓએ શિક્ષણમાં ટોચનું સ્થાન મેળવવાથી સમગ્ર સ્કુલ, ટ્રસ્ટીગણ, વાલીગણ અને વિદ્યાર્થીઓમાં હર્ષ અને ઉલ્લાસનો માહોલ છવાઇ ગયેલ છે.
હાલમા જ ગુજરાત સેકન્ડરી બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ-૧ર ની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયેલ છે. શ્રેષ્ઠ ભણતરની સાથે ચારિત્ર્ય ઘડતર કરી ઉત્કૃષ્ટ પરિણામ લાવવામાં સફળ રહેલ સાધુ વાસવાણી સ્કુલ (અંગે્રજી માઘ્યમ અને ગુજરાતી માઘ્યમ) અને સાધુ વાસવાણી સ્કુલ ફોર ગર્લ્સ (અંગે્રજી માઘ્યમ અને ગુજરાતી માઘ્યમ) ના પરિણામ ઉપર ઉડતી નજર કરીએ તો ઉડીને આંખે વળગે તેવી નોંધનીય બાબત એ છે કે શાળાની વિદ્યાર્થીની ધનીશા હળવદીયાએ વાણીન્નય વ્યવસ્થામાં ૧૦૦/૧૦૦ ગુણ પ્રાપ્ત કરી શાળાનુ ગૌરવ વધારેલ છે. સ્કુલના અન્ય વિદ્યાર્થીઓ અનુક્રમે પલાન પલક, ૯૭.૮૪ PR, હર્ષ વાધવાની, ૯૭.૩૬ PR (ઇકોનોમિકસ ૯૮/૧૦૦), અદવાની પ્રિતી ૯૭.૦ર PR, તનિષા દંડવતી ૯૪.પ૧ PR, રાવલ મીત ૯૩.૮૮ PR (એકાઉન્ટ ૯૮/૧૦૦), સાક્ષી રાવતાની ૯ર.ર૭ PR, રીયા દંડવાની ૯૧.પ૦ PR, ખુશી વિરાની ૯૦.૦૬ PR, ધર્મરાજ ચૌહાણ ૮૯.ર૧ PR, વેદાંત દવે ૮પ.૧૬ PR ધનીશા હળવદીયા ૯પ.૮ર PR (ઓ.સી.૧૦૦/૧૦૦ ), અનુસા દાલ ૮ર.ર૪ PR, હિરવા લાંબરીયા ૮૦.પ૯ PR, પ્રાપ્ત કરી સફળતાના શિખરો સર કરેલ છે જે સ્કુલ માટે ખૂબજ ગૌરવવંતી બાબત છે.
આ ઉપરાંત નિયતી અજુડીયા ૯૯.૬૯ (એકાઉન્ટસ :૯૯/૧૦૦, એસ.પી. ૯૯/૧૦૦), ધર્મિકાબા જાડેજા ૯૭.૬૬ PR, દિયા સોલંકી ૯૬.૪પ PR, ઉર્વીશાબા જાડેજા ૯૬.૧૯ PR, રાજેશ્વરીબા જાડેજા ૯પ.પ૬ PR, હર્ષા ઘટવાની ૯૪.૧૯ .ચ, ગોપી વાછાની ૯૦.પ૯ PR, કાવ્યા ચૌહાણ ૯૦.ર૭ PR, પ્રિયંકા ચાવડા ૮૯.૯પ PR, આયુષી ભેસદડીયા ૮૮.૭૮ PR, શિવાંગીબા જાડેજા ૮૭.૩૬ PR, હેમા કાનઝારીયા ૮૬.૧૭ PR, પાયલ ગોસ્વામી ૮૪.૯૦ PR અને વિશ્વા રાઠોડ ૮૪.૩૭ PR પ્રાપ્ત કરી વિજયી ડંકો વગાડેલ છે જે બિરાવવવાને પાત્ર છે અને સરાહનીય બાબત છે.
ઉચ્ચતમ શિક્ષણ પ્રદાન કરીને માનવતાની મહેક પ્રસરાવવાની આ શાળામા કોઇપણ ધર્મ, જ્ઞાતિ, જાતીના ભેદભાવ વગર સેવાની ન્નયોત જલાવી રહી છે તે સરાહનીય છે. સાધુ વાસવાણી સ્કુલ્સનુ વાતાવરણ ખૂબ જ સાનુકુળ અને હકારાત્મક ભરેલુ હોવાની સાથોસાથ અહીયાના વિદ્યાર્થીઓ તથા વાલીગણ પણ સ્કુલ પ્રત્યે ખૂબ જ લાગણીશીલ છે.
વિદ્યાર્થીઓએ આ ઉચ્ચતમ સિદ્ધિ હાંસલ કરેલ તે બદલ શાળાના ટ્રસ્ટીગણો, આચાર્યશ્રીઓ અને શિક્ષકગણએ સ્કુલના વિદ્યાર્થીઓને પ્રશંસા સાથે ખૂબ-ખૂબ અભિનંદન પાઠવેલ અને તમામ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખૂબ ખૂબ ઉન્નજળ બને તેવા આર્શીવાદ પાઠવેલ.
સાધુ વાસવાણી સેન્ટર (સૌરાષ્ટ્ર) રાજકોટના ચેર પર્સન એડવોકેટશ્રી રવી બી. ગોગીયા, ફાઉન્ડર ટ્રસ્ટીશ્રી બી.બી.ગોગીયા, સેક્રેટરીશ્રી મનોહરલાલ બુલચંદાણી અને સાધુ વાસવાણી ટ્રસ્ટના સીઇઓ પુરૂષોત્તમ પીપરીયાએ સમગ્ર શાળા પરિવારના આચાર્યો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓને આ જવલંત સફળતા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ.
(10:16 AM IST)










