<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

મોરબી પંથકની ૨૩ વર્ષની કુંવારી યુવતિ ગર્ભવતી બની

પેટમાં દુઃખતા રાજકોટ સારવારમાં ખસેડાતાં ખુલાસો થયો કોઇએ દૂષ્‍કર્મ આચર્યુ કે પરિચીતનું કૃત્‍ય તે અંગે તપાસ

રાજકોટ તા. ૧૩: મોરબી પંથકના એક ગામમાં રહેતી ૨૩ વર્ષની યુવતિને પેટમાં દુઃખાવો ઉપડતાં અને તાણ આંચકી થઇ જતાં મોરબી ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અપાવાયા બાદ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. અહિ તબિબને શંકા ઉપજતાં ગાયનેકોલોજીસ્‍ટ વિભાગના વડાને જાણ કરતાં તેમણે આવીને તપાસ કરી રિપોર્ટ નિદાન કરતાં તેણીના પેટમાં બે માસનો ગર્ભ હોવાનું માલુમ પડયું હતું. તેણી કુંવારી હોઇ તબિબે પોલીસને જાણ કરી હતી.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્‍દ્રભાઇ હુદડે આ અંગે મોરબી બી-ડિવીઝનમાં જાણ કરી હતી. યુવતિ કુંવારી છે પણ બે ત્રણ વર્ષ પહેલા તેની સગાઇ નજીકના એક ગામના યુવાન સાથે નક્કી થઇ છે. આ યુવાન અવાર-નવાર મળવા આવતો હોવાનું પરિવારજનોએ કહ્યું હતું. જો કે તેણી સાથે કોઇ અન્‍યએ દૂષ્‍કર્મ આચર્યુ કે પરિચીત થકી સગર્ભા બની? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:10 PM IST)