<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

તાવ-ઉલ્‍ટી-પેટના દુઃખાવા બાદ ૧૮ વર્ષના ચિરાગ મકવાણાનું મોત

જુના માર્કેટ યાર્ડ પાછળ મંછાનગરમાં બનાવઃ એકના એક દિકરાના મૃત્‍યુથી પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૩: શહેરમાં અઢાર વર્ષના યુવાનનું તાવ, ઉલ્‍ટી અને પેટમાં દુઃખાવો થયા બાદ મોત નિપજતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ જુના માર્કેટ યાર્ડ પાછળ મંછાનગર-૮માં રહેતો ચિરાગ ધર્મેન્‍દ્રભાઇ મકવાણા (ઉ.વ.૧૮) ગઇકાલે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત જાહેર કરાતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા અને તોૈફિકભાઇએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર ચિરાગ એક બહેનથી નાનો હતો અને માતા-પિતાનો એક જ પુત્ર હતો. તે આઇટીઆઇમાં ઓટો મોબાઇલનો અભ્‍યાસ કરતો હતો. પિતા ધર્મેન્‍દ્રભાઇ મકવાણા છુટક કામ કરે છે. તેમણે જણાવ્‍યું હતું કે ચિરાગને પરમ દિવસે તાવ આવવાની સાથે ઉલ્‍ટીઓ થતાં અમે ખાનગી ડોક્‍ટર પાસે દવા લીધી હતી. બાટલો પણ ચડાવાયો હતો. ગઇકાલે તબીયત બગડતાં હું ડોક્‍ટરને બોલાવવા ગયો હતો. એ વખતે ચિરાગને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી.

હું ડોકટરને લઇને આવ્‍યો ત્‍યાં તે બેશુધ્‍ધ થઇ ગયો હોઇ અમે તેને સિવિલ હોસ્‍પિટલે ખસેડયો હતો. પણ તેનામાં જીવ નહિ હોવાનુ તબિબે જાહેર કર્યુ હતું. બનાવની હદ બી-ડિવીઝન પોલીસની હોઇ આજીડેમ પોલીસે કાગળો કરી ત્‍યાં સોંપતા એએસઆઇ રવિરાજસિ઼હ જે. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુનું ચોક્કસ કારણ જાણવા તબિબે વિસેરા લીધા હતાં.

(12:15 PM IST)