<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

CBSE ધો. ૧૨નું ૮૭.૯૮% પરિણામ

વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓનું ૬ ટકા ઉંચું પરિણામ : વેબસાઇટ ઉપર પરિણામ જાહેર

રાજકોટ તા. ૧૩ : સેન્‍ટ્રલ બોર્ડ ઓફ સેકન્‍ડરી એજયુકેશનએ આજે   ધોરણ ૧૨ નું પરિણામ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ CBSE ૧૨મા ધોરણના પરિણામો સત્તાવાર વેબસાઇટ સહિત અન્‍ય ડિજિટલ પ્‍લેટફોર્મ પર જોઈ શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ તેમના પરિણામો વેબસાઇટ - digilocker.gov.in અને UMANG એપ્‍લિકેશન પર પણ ચેક કરી શકે છે.

આ વર્ષે ૮૭.૯૮ ટકા વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં પાસ થયા છે, જે ગત વર્ષે ૮૭.૩૩% ᅠહતા. ગયા વર્ષ કરતાં પાસ થવાની ટકાવારી ૦.૬૫ વધુ છે. આ વખતે પણ વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓને હરાવીને ૧૨મા ધોરણની પરીક્ષામાં આગળ રહ્યા છે.

CBSE બોર્ડ ધોરણ ૧૨ ની પરીક્ષા ૭૧૨૬ પરીક્ષા કેન્‍દ્રો પર લેવામાં આવી હતી. આ વર્ષે ધોરણ ૧૨માં કુલ ૧,૬૩,૩૭૩૦ વિદ્યાર્થીઓએ પોતાનું રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું હતું, જેમાંથી ૧૬૨૧૨૨૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વર્ષ ૨૦૨૪માં ૧૪૨૬૪૨૦એ ધો. ૧૨ ની પરીક્ષા આપી હતી. આ વર્ષે એકંદરે પાસ થવાની ટકાવારી ૮૭.૯૮ રહી છે. ગયા વર્ષે (૨૦૨૩) એકંદરે પાસની ટકાવારી ૮૭.૩૩ હતી. એટલે કે આ વર્ષે પરિણામમાં ૦.૬૫ ટકાનો વધારો થયો છે.

મળતી માહિતી મુજબ આ વર્ષે સૌથી સારૂં પરિણામ તિરૂવનંતપુરમનું છે. આ રાજયની પાસ થવાની ટકાવારી ૯૯.૯૧% છે. ᅠવિજયવાડા ૯૯.૦૪ ટકા સાથે બીજા સ્‍થાને છે. ચેન્નાઈના વિદ્યાર્થીઓએ ૯૮.૪૭ ટકા સાથે ત્રીજું સ્‍થાન મેળવ્‍યું છે.

CBSE બોર્ડની ધોરણ ૧૨મા ૨૦૨૪ની પરીક્ષામાં ૧૧૬૧૪૫ વિદ્યાર્થીઓએ ૯૦ ટકાથી વધુ માર્ક્‍સ મેળવ્‍યા છે. તે જ સમયે, ૨૪૦૬૮ વિદ્યાર્થીઓ એવા છે જેમણે ૯૫ ટકા કે તેથી વધુ માર્કસ મેળવ્‍યા છે. ૧૨૨૧૭૦ વિદ્યાર્થીઓએ કમ્‍પાર્ટમેન્‍ટ પરીક્ષા આપવી પડશે, જેનું સમયપત્રક બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે

(4:52 PM IST)