News of Monday, 13th May 2024
મનપાનું સઘન ચેકીંગ
વધુ ૧૭૨ વેપારીઓને ૪૬ હજારનો દંડ ફટકારાયો
૧૧.૫ કિલો પ્લાસ્ટીક જપ્તઃ પ્રતિબંધિત પ્લાસ્ટીક અને ગંદકી કરનાર દુકાનદાર સામે સોલીડ વેસ્ટ શાખાની કાર્યવાહી

રાજકોટ,તા.૧૩: મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ-૨૦૨૧ અન્વયે ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજ તા. ૧૦ થી ૧૨ના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ ૧૭૨ પાસેથી ૧૧.૫ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.ᅠ૪૬૦૨૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
આ અંગ મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૫૮ પાસેથીᅠ૨.૮૦ᅠકિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીકᅠ જપ્ત કરી તથા ગંદકી કરનાર પાસેથી રૂ.૧૭,૨૭૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૭૩ પાસેથીᅠ૬.૬૦ᅠકિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ. ૧૭,૮૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઈસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૪૧ પાસેથીᅠ૨.૧૦૦ᅠકિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીકᅠ જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૧૦,૯૫૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરશ્રી આનંદ પટેલની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/ᅠસેનીટેશન ઓફિસરᅠહાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર/ સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ.
(3:21 PM IST)










