<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

રાજકોટ શહેરમાં સૌથી વધુ તાપમાન ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે ૪૧.૩૬ ડીગ્રી

ધખે છે ધોમ ને વ્‍યાકુળ છે કાયા, તો'ય લાગી ઉનાળાની માયા : સૌથી ઓછુ ઢેબર રોડ પરની કોર્પોરેશન કચેરી પાસે ગઇકાલે નોંધાયુ ૩૨.૮૫ ડીગ્રીઃ મોટાભાગના વિસ્‍તારોમાં તાપમાનનો પારો લગોલગ

રાજકોટ,તા. ૧૩ : રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં અસહ્ય અગનવર્ષા શરૂ થઇ છે ત્‍યારે મ્‍યુનિ.કોર્પોરેશન કચેરી દ્વારા વિવિધ વિસ્‍તારોમાં લગાવેલ સેન્‍સરમાં ગઇકાલે સાંજે ૪.૧૫ વાગ્‍યે  સૌથી વધુ સૌથી વધુ ૪૧.૩૬ ડીગ્રી તાપમાન ગ્રીનલેન્‍ડ ચોકડી આસપાસના વિસ્‍તારોમાં નોંધાયુ હતુ.

શહેરમાં ઉનાળો બરાબર જામી ગયો છે. સમગ્ર શહેર તડકામાં શેકાઇ રહ્યું છે. મ્‍યુ. કોર્પોરેશનને ગઇકાલે નોંધેલા આકડા મુજબ શહેરમાં અલગ-અલગ દિશાઓમાં તાપમાનની  માત્રા અલગ અલગ હતી. જ્‍યાં વૃક્ષોનું પ્રમાણ વધુ હોય તેવા વિસ્‍તારોમાં તાપમાન ઓછુ નોંધાયું હતું. વૃક્ષો વિનાના વિસ્‍તારોમાં તાપમાનનો પારો ઉંચે રહે છે. ગઇ કાલના આંકડો મુજબ બપોર ે ૪.૧૫ વાગ્‍યે સૌથી વધુ ૪૧.૩૬ ડીગ્રી તાપમાન  ગ્રીનલેન્‍ડ ચોકડી આસપાસના વિસ્‍તારોમાં નોંધાયેલ સૌથી ઓછું તાપમાન ૩૨.૮૫ કોર્પોરેશનની મધ્‍ય ઝોનની કચેરી ઢેબર રોડ ખાતે નોંધાયેલ.

વિસ્‍તાર       તાપમાન ડીગ્રી

આજીડેમ      ૪૦.૨૮

અટીકા        ૪૦.૩૧

જિલ્લા પંચાયત       ૩૬.૮૩

કોઠારિયા      ૪૦.૨૮

ગ્રીનલેન્‍ડ     ૪૧.૩૬

પ્રદ્યુમન પાર્ક ૨૫.૧૪

રેસકોર્ષ        ૩૬.૯૮

રામાપીર ચોકડી       ૨૫.૧૫

સેન્‍ટ્રલ ઝોન   ૩૨.૮૫

સોરઠીયાવાડી ૩૩.૩૪

મોરબી રોડ   ૪૧.૩૪

ઈસ્‍ટઝોન કચેરી પાસે  ૪૧.૨૩

(3:53 PM IST)