તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
શહેરમાં ઝાડા - ઉલ્ટી - શરદી - ઉધરસના ૧૧૦૦ દર્દીઓ નોંધાયા
ઉનાળામાં મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યુ ડેન્ગ્યુનો ૧ કેસ : ૪ હજાર ઘરોમાં પોરા નાશક કામગીરી : મચ્છર ઉત્પતિ સબબ ૧૫૦ને નોટીસ

રાજકોટ, તા. ૧૩ : શહેરમાં છેલ્લા અઠવાડીયાથી ગરમીનું પ્રમાણ વધતા પાણીજન્ય રોગચાળાનાં વધારો થતો જોવા મળે છે. કેમ કે, દિવસોથી સીઝનલ રોગચાળો વકરતો જાય છે. છેલ્લા સપ્તાહમાં ઝાડા, ઉલ્ટી, ટાઇફોડ તાવ સહિત ૧૧૦૦ થી વધુ કેસ નોંધાયા છે.
આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૬ મે થી ૧૨ મે સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય
રોગચાળાનો ૧ કેસ
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુનો એક જયારે સીઝનનાં મેલેરીયાના ૫, ડેન્ગ્યુના ૧૩ તથા ચિકનગુનિયાના ૧૬ કેસ નોંધાયા છે.
શરદી-તાવના
૧૧૦૦થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૬૨૨ તેમજ સામાન્ય તાવના ૩૧૭ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧૭૩ સહિત કુલ ૧૧૧૨ દર્દીઓ નોંધાયા હતા.
મચ્છર ઉત્પતિ
સબબ ૧૫૦ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૩૮૧૪ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૧૯૯ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૨૦૦થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૧૩૦ લોકોને નોટીસ પાઠવી હતી.
(4:52 PM IST)










