તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
ઘરેથી નીકળ્યા બાદ ગૂમ થયેલા હરિહર ચોૈહાણની ખોખડદડ પાસે લાશ મળી
મુળ એમપીના આધેડે ઝેરી દવા પીધાની શક્યતાઃ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ

રાજકોટ તા. ૧૩: ગત સાંજે ખોખડદળ સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરીયા પાસેથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ થતાં આ લાશ મુળ એમપીના અને હાલ ખોખડદળ પુલ પાસે કે.પી. ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં રહેતાં હરિહર શ્રીગુરૂદયાલ ચોૈહાણ (ઉ.વ.૪૫)ની હોવાનું ખુલતાં તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.
અજાણ્યા પુરૂષની લાશ પડી હોવાની જાણ થતાં થોરાળા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મૃતદેહ થોડો કોહવાઇ ગયો હોઇ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયુ હતું. પરિવારજનોના કહેવા મુજબ પરમ દિવસે ઘરેથી નીકળી ગયા બાદ ગૂમ થયા હતાં. ગઇકાલે તેની લાશ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. મૃતક બે બહેન અને ચાર ભાઇમાં નાના હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પોતે બફના કારખાનામાં મજૂરી કરતાં હતાં. દવા પી લેવાથી મૃત્યુ થયાની શક્યતા જણાવાઇ હતી. થોરાળા પોલીસે તપાસ યથાવત રાખી છે.
(4:53 PM IST)










