તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
મનપાના સીટી ઇજનેરી આલમમાં ખળભળાટ અલ્પનાબેન મીત્રાનું રાજીનામું !
મ્યુનિ. કમિશનરના મંજુરીની મ્હોર પર નજર : લાંબી ફરજ, પારિવારિક જવાબદારીના કારણે સ્વૈચ્છિક નિવૃત્તિની માંગણી

રાજકોટ,તા.૧૩:ᅠમ્યુનિ.કોર્પોરેશનમાંથી અગાઉ ઘણા અધિકારીઓ, ઇજનેરો, કર્મચારીઓ સ્વૈચ્છીક રાજીનામા આપી દીધા છે ત્યારે મનપાના સીટી ઇજનેર અલ્પનાબેન મીત્રાએ મ્યુનિ.કમિશનરને રાજીનામુ સપ્રત કર્યાનું સતાવાર સુત્રોમાંથી જાણવા મળી રહ્યુ છે.
આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મ્યુનિ.કોર્પોરેશનમાં લાંબા સમયથી ફરજ બજાવતા અનેમહત્વના પ્રોજેકટની જવાબદારી સંભાળતા અલ્પનાબેન મીત્રાએ પારિવારીક જવાબદારીઓના કારણે સ્વૈચ્છિક નિવૃતીની માંગ સાથે એકાએક રાજીનામું આપતા તંત્રના ઇજનેરી આલમમાં ખળભળાટ મચી જવા પામયો છે.
આમ આ રાજીનામા અંગે મ્યુ. કમિશનરના નિર્ણય ઉપર અધિકારીઓ તથા મનપા સ્ટાફની મીટ મંડાયેલી છે
(4:18 PM IST)










