<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

ઝાડની ડાળીઓ કાપવી-વીજ લાઇન-દવાનો સ્‍ટોક સહિતની કામગીરી પ્રિ-મોન્‍સુનમાં આવરી લેવાશે : કલેકટર

આજે બપોર બાદ સર્વીસ વોટર્સની ગણત્રી અંગે ચૂંટણી પંચની કલેકટરોને તાલીમ બુધવારથી ફરી કલેકટરનું બોર્ડ : ર૯ કેસો લેવાયાઃ મતગણત્રીના સ્‍ટાફના ઓર્ડરો આવતા અઠવાડિયે...

રાજકોટ, તા. ૧૩ :  રાજકોટ જીલ્લા કલેકટરની પ્રભવ જોષીએ આજે ‘‘અકિલા'' સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્‍યું હતું કે સાંજે પ વાગ્‍યે પ્રિ-મોન્‍સુન તૈયારીઓ અંગે તમામ પ્રાંત-મામલતદાર-ડીડીઓ-કોર્પોરેશન- વીજતંત્ર-એસ.ટી. સિંચાઇ ખાતુ- ડેમના અધિકારીઓ, પીડબલ્‍યુડી, આર એન્‍ડ બી, શિક્ષણ, કોમ્‍યુનિકેશન વિગેરે તમામ ખાતાની મીટીંગ બોલાવી છે.

કલેકટરે જણાવેલ કે ભારે વરસાદ, તોફાની પવન, પુરની સ્‍થિતિ, વાવાઝોડુ વિગેરેની સ્‍થિીતની પહોંચી વળવા ખાસ એજન્‍ડા બનાવાયો છે, પ્રિ-મોન્‍સુનમાં નડતરરૂપ અને ભયજનક ગણાય તેવી ઝાડની ડાળીઓ કાપવી, ખાસ કરીને આસપાસના જંગલ વિસ્‍તારોમાં ખાસ ચેક કરી લેવું, વીજ લાઇનો અને તેના સાધનો ચકાસી લેવા, દવાઓ સ્‍ટોક, તેમજ વરસાદને કારણે ઉદ્‌્‌ભવતા મચ્‍છરો-અન્‍ય જીવજંતુ નાશક દવાનો સ્‍ટોક કરી લેવો, એકબીજા અધિકારીઓ વચ્‍ચે કોમ્‍યુનિેકશન જળવાય રહે તેમજ કાર્યભાર સંભાળતા અધિકારીઓ પણ ઝડપથી મેસેજો આપે, તથા રસ્‍તાઓ પૂલ, સાઇન બોર્ડ, ભયજનકના બોર્ડ ડેમો-ચેકડેમો-તળાવોની સ્‍થિતિ વિગેરે ચકાસવા અંગે કાર્યવાહી કરવા સૂચના અપાશે.

મતગણત્રી અંગે કલેકટર જણાવેલ કે સંભવતઃ આવતા અઠવાડિયે અને સ્‍ટાફના ઓર્ડરો, તાલીમો શરૂ કરીશું, ૧૪ ટેબલોનું એક રાઉન્‍ડ થશે, આમ છતા ચૂંટણી પંચની લેર્ટેસ્‍ટ સુચના જાણી મતગણત્રી અંગે કાર્યવાહી થશે.

દરમિયાન આજે બપોરે ૩ વાગ્‍યાથી સર્વીસ વોટર્સની મતગણત્રી કેમ કરવી તે અંગે ડાયરેકટર દિલ્‍હીથી ચૂંટણી પંચની તમામ કલેકટરો સાથે ખાસ વીસી યોજાઇ છે, જેમાં તાલીમ પણ  અપાશે.

બીજી બાજુ ચૂંટણી પુરી થતા જ આગામી બુધવારથી ફરી કલેકટરનું મહેસુલ અપીલના કેસોનું બોર્ડ મળશે, જેમાં ર૯ કેસો અંગે સુનાવણી હાથ ધરાશે

(4:22 PM IST)