તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
નાકરાવાડીમાં ગુરૂવારે લોકડાયરો-સંતવાણી
સિધ્ધી વિનાયક મંદિર, રામદુત હનુમાન મંદિર, શનિદેવ મંદિરના લાભાર્થે

રાજકોટ તા. ૧૩ : નાકરાવાડી ગામે આવેલ શ્રી સિધ્ધી વિનાયક ગણપતિ મંદિર, શ્રી રામદુત હનુમાન મંદિર અને નવા શ્રી શીંગળાપુર શનિદેવ મંદિરના નિર્માણના લાભાર્થે તા. ૧૬ ના ગુરૂવારે રાત્રે કસુંબલ લોકડાયરો અને સંતવાણીનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે શ્રી શનિ રામધામ આશ્રમ, કુવાડવા રોડ, સાત હનુમાન પાસે, સોખડા ચોકડી, ધમલપર રોડ, મુ. નાકરાવાડી ગામ ખાતે શ્રી સિધ્ધી વિનાયક ગણપતિ મંદિર, શ્રી રામદુત હનુમાન મંદિર, શ્રી નવા શીંગળાપુર શનિદેવ મંદિરના નિર્માણ અર્થે તા. ૧૬ ના ગુરૂવારે રાત્રે ૯ વાગ્યે લોકડાયરો અને સંતવાણી રાખેલ છે.
જેમાં ભજન સમ્રાટ ગાયક કરશનદાસ સાગઠીયા (મુંબઇ), મનીષાબેન બારોટ, દિપકભાઇ પ્રજાપતિ વગેરે કલાકારો જમાવટ કરશે. કાર્યક્રમનું સંચાલન હાસ્ય અને લોકસાહિત્યકાર કૌશિક મહેતા સંભાળશે.
લોકડાયરામાં પધારેલ તમામ ભાવિક ભકતો અને જાહેર જનતા માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જનકભાઇ કોટક (માજી મેયર), મવડીના કોર્પોરટર મગનભાઇ સોરઠીયા, નરેન્દ્રસિંહ જાડેજા ડે. મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકર, તાલુકા પંચાયત પ્રમુખ ચેતનભાઇ કથીરીયા, કોળી સમાજના ભાજપ અગ્રણી દેવભાઇ કોરડીયા, વોર્ડ નં. ૩ ના ભાજપ પ્રમુખ હેમભાઇ પરમાર, દિનેશભાઇ ઝાલા, લાલાભાઇ ભરવાડ, રામદેવજી મહારાજ વગેરે ઉપસ્થિત રહેશે.
(4:48 PM IST)










