<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

માખાવડના આંગણે રામચરીત માનસનો પ્રારંભ રામચરિત માનસ માનવ સમાજ માટે

આધ્‍યાત્‍મિક અને નૈતિક માર્ગદર્શનનો એક મુળભૂત સ્‍ત્રોત છેઃ પૂ. મોરારીબાપુ

રાજકોટ તા. ૧૩: માખાવડના આંગણે ગૌધામ ગૌશાળાના લાભાર્થે આઇ શ્રી જાહલમાં મગોલધામ આશ્રમ ખરેડા આયોજીત, શ્રી રામચરીત માનસ જ્ઞાનયજ્ઞનું તા. ૯ થી ૧૭ સુધી આયોજન કરવામાં આવ્‍યું છે.

આ કથાનું દીપ પ્રાગટય પૂ. મોરારીબાપુના હસ્‍તે કરવામાં આવેલ. ત્‍યારે જાણે ચાર ચાર ‘‘મ'' એટલે કે પ્રેરણા મોગલધામની, આયોજન માખાવડનુ, ઉપસ્‍થિતિ મોરારીબાપુની, વકતા મહાદેવપ્રસાદનું સમન્‍વય થયું હોય એવું લાગી રહ્યું હતું.

જેમને પ૦ વર્ષ કરતા પણ વધુ સમયથી રામ ચરીત માસની કથા કરી હોય એવા પૂ. બાપુ કે જેમની કથામાં આધ્‍યાત્‍મિક સામર્થ્‍ય અને સાહિત્‍યિક કુશળતાનું સંભળાઇ હોય છે એવા બાપુના કંઠે રામચરીત માનસનું મહત્‍વ સમજાવાતા બોલ્‍યા હતા કે, ‘‘રામચરિત માનસ'' હનુમાનજીના શકિત અને આદર્શોનું માનવ પ્રકાર છે. તે સંસ્‍કૃત મહાકાવ્‍ય છે જે વાલ્‍મીકિ દ્વારા રચાયું હતું. તેનું મુખ્‍ય વિષય રામાયણ, ભગવાન રામની જીવન વાતે આવતું છે. આ ગ્રંથ હિંદુઓની ધાર્મિક સાહિત્‍યમાં એક મહત્‍વની સ્‍થાનિકતા ધરાવે છે અને ભારતીય સંસ્‍કૃતિનું ભવ્‍ય અંગ હોવાનું માનીતું છે. તે જ્ઞાન, ધર્મ, નીતિ, અને આદર્શોની માનવતાને સંમાનની સૂચી છે. તેની વાણીમાં રામની વીરતા, ધર્મનિષ્‍ઠતા, અને સહૃદયતાનું મહત્‍વપૂર્ણ સંદેશ છે જે માનવતાને આધ્‍યાત્‍મિક સંપત્તિ અને આદર્શોની દિશામાં મોક્ષ અને શાંતિ મળવાનું સિદ્ધ કરે છે. રામચરિત માનસ માનવ સમાજ માટે આધ્‍યાત્‍મિક અને નૈતિક માર્ગદર્શનનો એક મૂળભૂત સ્‍ત્રોત છે.

આ કથાનું રસપાન સંગીતમય રસપાન વકતા ડો. મહાદેવપ્રસાદ મહેતા કરાવી રહ્યા છે. પૂ. નિર્મળ સ્‍વામી, પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણી, જીલ્લા આગેવાન નાગદાનભાઇ ચાવડા વિગેરે એ કથાનો લાભ લીધો હતો તેમ કિશોરભાઇ ગજેરાની યાદીમાં જણાવાયું છે

(4:43 PM IST)