તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
‘‘સદાબહાર નગ્મે'' બુધવારે લુહાર સમાજ માટે મ્યુ઼ઝીકલ નાઇટઃ નિઃશુલ્ક કાર્યક્રમ

રાજકોટઃ આગામી તા. ૧પ બુધવારે છેલ્લા ૬ વષની જેમ આ સાતમા વર્ષે પણ સમસ્ત લુહાર સમાજ વતી સમાજ સંગઠન એકતાના સુત્ર હેઠળ ભાવેશ પિત્રોડાના દ્વારા ‘‘સદાબહાર નગ્મે'' શિર્ષક હેઠળ લુહાર સમાજ માટે મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં ઇન્ટરનેશનલ આર્ટીસ્ટ રાજુભાઇ ત્રિવેદી મ્યુઝીકલ મેલોઝ ગ્રુપ સાથે સંગીતના સુરો રેલવાશે. જયારે સીંગર દેવાંગ શાહ (અમદાવાદ) દીપા ચાવડા, મુનાભાઇ ઠકકર હિનાબેન રીટા ડોડીયા અને વોઇસ ઓફ મુકેશના નામે જાણીતા અલ્પેશ ડોડીયા પોતાના ગીતોથી શ્રોતાઓને ડોલાવશે, કાર્યક્રમનું સંચાલન મેહુલ રવાણી કરશે. ડીઝીટલ સાઉન્ડ તાજ સાઉન્ડ હબીબ ધાડા કરશે.
સમસ્ત લુહાર સમાજ માટે એન્ટ્રી હોય પાસ મેળવવા માટે ભાવેશ પીત્રોડા મો. ૭૦પ૩૦ ૩૩૩૩૩, અલ્પેશ ડોડીયા મો. ૬૩પ૧૧ ૧૭ર૩૪ નો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(4:52 PM IST)










