તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
ધો. ૧૦ માં પુજીત ટ્રસ્ટના વિદ્યાર્થીઓનો ડંકો

રાજકોટઃ ધોરણ ૧૦નું પરિણામ જાહેર થતાં પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ અંતર્ગત ચાલતા જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટના ધો. ૧૦ના ૭ બાળકોમાંથી ૩ બાળકો બોર્ડમાં ચમકયા છે તેમજ બધા બાળકો એ૧ ગ્રેડ સાથે ઉતીર્ણ થયેલ છે. જેમાં દવે પરમ ૯૯.૯૧ પી.આર. (સમગ્ર ગુજરાત બોર્ડમાં નવમો), વડગામા શ્રેયા ૯૯.૯૧ પી.આર. (સમગ્ર ગુજરાત બોર્ડમાં નવમો) અને ચુડાસમા રીયા ૯૯.૯૧ પી.આર. (સમગ્ર ગુજરાત બોર્ડમાં નવમો) ક્રમાંક તેમજ મછોયા આયુષી ૯૯.૭૬ પી.આર., પરમાર તન્વી ૯૯.૬૮ પી.આર., પાટડિયા સ્મિત ૯૯.૩પ પી.આર., લોખીલ રાજ ૯૮.૭૪ પી.આર. મેળવી ધો. ૧૦ ના બધા જ બાળકોએ બોર્ડમાં એ૧ ગ્રેડ મેળવેલ છે. આ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરવા માટે ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૂપાણીએ બધા જ બાળકોને અભિનંદન પાઠવી ઉચ્ચ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવેલ હતી. સતત ર૪માં વર્ષે આ પ્રોજેકટ અંતર્ગત અભ્યાસ કરતા બાળકોનું ૧૦૦% પરિણામ આવેલ છે. આ અગાઉ પણ આ ટ્રસ્ટના બાળકો બોર્ડમાં નંબર મેળવી ચૂકયા છે.
(4:48 PM IST)










