News of Monday, 13th May 2024
હીરામણિ શાળાના વિદ્યાર્થીઓએ ધો. ૧૦ અને ધો. ૧રની પરીક્ષામાં ડંકો વગડાવ્યો

રાજકોટ, તા. ૧૩ : અમદાવાદમાં એસ.જી. હાઇવે પર આવેલ શ્રી હીરામણિ શિક્ષણ સંકુલના વિદ્યાર્થીઓ ધો. ૧ર કોમર્સ અને ધો. ૧૦ ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. નીચે મુજબ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવતા સંસ્થાના વડા શ્રી નરહરિ અમીન, શ્રી વરૂણ અમીન, શ્રી ભગવત અમીન વગેરેએ અભિનંદન આપ્યા છે.
ખેતીની ખેડવાણ જમીન અંગેના કરારના વિશિષ્ટ પાલનના દાવામાં યથાવત પરિસ્થિતી જાળવી રાખવાનો હુકમ
રાજકોટઃ તાલુકાના ગામ હડમતીયા (ગોલીડા)ના રેવન્યુ સર્વે નં. ૧૫૦ પૈકી ૫ ની ‘સાંઢકનો ખારો' તરીકે ઓળખાતી ખેડવાણ જમીન હે.આરે.ચોમી, ૨-૧૩-૪૭ બરાબર એકર ૫-૧૧ ગુંઠાનો વાદી આશુતોષભાઈ મનસુખલાલ રાયઠઠ્ઠાના માતુશ્રી પાસેથી રૂા. ૧૬,૦૦,૦૦૦-૦૦ ની માતબર રકમ સુધી તથા અંશતા અવેજ પેટે મેળવી તેમના જોગ પ્રતિવાદીઓ રામબેન રામભાઈ મીર વિગેરેએ વેચાણ કરાર કરી આપેલ અને ત્યારબાદ વાદીના માતુશ્રીનું અવસાન થયેલ હતું. સદરહુ ખેડવાણ જમીન નવી શરતની હોય નવી શરતમાંથી જુની શરતમાં તબદીલ થયેથી પ્રતિવાદીઓએ વાદીના માતુશ્રીને જાણ કરવાની હતી પરંતુ તેવી કોઈ જ જાણ કર્યા વગર આ કામના પ્રતિવાદીઓએ વાદીના માતુશ્રી જોગનો વેચાણ કરાર અસ્તિત્વમાં હોવા છતાં સદરહુ ખેડવાણ જમીન માંહેથી હે.આરે.ચોમી. ૧-૭૧-૯૯ ૨જી. વેચાણ દસ્તાવેજથી વેચાણ કરી આપેલ.
જેથી ગુજરનારના વારસદાર દરજજે આ કામના વાદીએ પ્રતિવાદીઓ વિરુદ્ધ કરારના વિશિષ્ટ પાલન અંગે, ત્રાહિત જોગ કરી આપેલ વેચાણ દસ્તાવેજ રદ કરવા વિગેરે દાદ માંગતો દાવો રાજકોટના પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ શ્રી સમક્ષ સ્પે. દિ. કે. નં. ૩૧/૨૦૨૩ થી દાખલ કરેલ છે અને સાથોસાથ વચગાળાનો મનાઈ હુકમ મળવા માંગણી કરેલ છે. દાવાના કામમાં વાદીના વિદ્વાન વકીલ શ્રી બિમલ આર. જાનીની ધારદાર દલીલ તથા રજુ રાખેલ પુરાવાઓ અને નામદાર સર્વોચ્ચ અદાલત તથા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ ધ્યાને લઈ રાજકોટ તાલુકાના ગામ હડમતીયા (ગોલીડા)ના રેવન્યુ સર્વે નં. ૧૫૦ પૈકી ૫ ની ઙ્કસાંઢકનો ખારોઙ્ઘ તરીકે ઓળખાતી ખેડવાણ જમીન હે.આરે.ચોમી. ૨-૧૩-૪૭ ની યથાવત પરિસ્થિતિ દાવાના આખરી નિકાલ સુધી જાળવી રાખવી તેવો હુકમ ફરમાવેલ છે.
આ કેસમાં વાદી આશુતોષભાઈ મનસુખલાલ રાયઠઠ્ઠા તરફે રાજકોટના એડવોકેટ શ્રી બિમલ આર. જાની, ક્રિપાલસિંહ જાડેજા, કૌશલ વ્યાસ, જયવીરસિંહ ઝાલા, સંગીતાબેન ધગલ રોકાયેલ હતા.
(4:50 PM IST)










