<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

બ્રહ્મદેવ સમાજ દ્વારા ફરસી રાસ

રાજકોટ બ્રહ્મદેવ સમાજ દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષ પણ પાંચ દિવસ ભગવાન શ્રી પરશુરામ જન્‍મોત્‍સછનું આયોજન થયું હતું. બહુમાળી ભવન ચોક ખાતે ભગવાન શ્રી પરશુરામની મોટી સંખ્‍યામાં હજારો ભૂદેવોએ રેલી સ્‍વરૂપે સ્‍થાપના કરેલી અને પાંચ દિવસ સુધી અલગ સાંસ્‍કૃતિક કાર્યક્રમો વેશભૂષા, ઉપરાંત અન્‍નકૂટ, ડો.સેલ દ્વારા મહારકતદાન કેમ્‍પ સમીતના આયોજનો થયા હતા. શ્રી પરશુરામનાં પ્રાક્‍ટય દીને પારીજાત પ્‍લોટ, શીતલ પાર્ક ખાતે મહાઆરતી, મહાપ્રસાદનુંખ આયોજન પણ થયેલ.બ્રાહ્મણ બહેનો દ્વારા ફરસી રાસ અને રાસ ગરબા યોજાયેલ. કાર્યક્રમને સફળ બનાવવા બ્રહ્મદેવ સમાજના અઢારેય વોર્ડના હોદેદારો સહિત બ્રહ્મદેવ સમાજની વરિષ્‍ઠ ટીમ, મહિલા ટીમ અને યુવા ટીમ ઉપરાંત કર્મકાંડી પ્રકોસ્‍ઠ, બ્રહ્મદેવ સમાજ ડો. સેલ સહિત તમામ ટીમોએ જહેમત ઉઠાવેલ.

(4:56 PM IST)