<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

વોર્ડ નંબર ૧૧ ના કાર્યકરો સાથે પરસોતમભાઇનો સંવાદઃ ઉંચા મતદાન બદલ પીઠ થાબડી

રાજકોટઃ ભારતીય જનતા પાર્ટી રાજકોટ લોકસભા ના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલાનો વોર્ડ ૧૧ કાર્યકર્તા સાથે સંવાદ કર્યો હતો અને વોર્ડના  પ્રમુખ મહેશભાઈના ઘરે તમામ કાર્યકર્તાને બિરદાવ્‍યા હતા. પરસોતમભાઈ રૂપાલા એ કાર્યકર્તાઓને જણાવ્‍યું કે મહેનત કયારે એળે જતી નથી વોર્ડ માં જે પ્રકારે ચૂંટણી વ્‍યવસ્‍થાની ગોઠવણ થઈ તે કાબિલે દાદ છે.પ્રત્‍યેક કાર્યકર્તા પરસોતમભાઈ હોય તે પ્રકારે કામ કરતો હતો, આનંદ ની વાત તે છે કે ઉમેદવાર કોઈ પણ હોય આ પ્રસંગે ધારાસભ્‍ય રમેશભાઈ ટિલારા,મહામંત્રી,વિરેન્‍દ્રભાઈ, મંત્રી ભરત ભાઇ પ્રભારી, પરેશ ઠાકર  વોર્ડના મહામંત્રી શ્રી મુળુભાઈ ઓડેદરા, વિનોદભાઈ ઇસોટિયા કોર્પોરેટર વિનુભાઈ સોરઠીયા, રણજીત ભાઈ સાગઠીયા, ફર્નાન્‍ડિસ પાડલીયા,વોર્ડ નં ૮ના પ્રભારી સંજયભાઈ દવે,વોર્ડ નં.૧૩ ના પ્રભારી  પ્રવીણભાઈ પાઘડાર,  પ્રવીણભાઈ ઠુંમર,  સંજયભાઈ બોરીચા, વોર્ડના ઉપપ્રમુખ  રસીકભાઈ મૂંગરા,મોહિતભાઈ ઘોડાસરા, અંકુરભાઈ ધામેલીયા,વાલજીભાઇ લક્ક્‌ડ, જયદીપભાઈ વસોયા, કિસાન મોરચાના  પ્રમુખ  જીતુભાઇ ધામેલીયા,મહામંત્રી  રાજુભાઈ ડાંગરીયા તથા વોર્ડનં.૧૧ભાજપ આગેવાનો  ઉપસ્‍થિત રહયા હતા.

(4:59 PM IST)