<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

પરષોતમભાઇ રૂપાલા ‘દીકરાનું ઘર' વૃધ્‍ધાશ્રમની મુલાકાતે

રાજકોટ : સમર્પણ ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટ સંચાલિત શ્રીમતી રૂક્ષ્મણીબેન દીપચંદભાઇ ગારડી વૃધ્‍ધાશ્રમ ‘દીકરાનું ઘર' રાજકોટથી ૧૪ કિ.મી. દુર લોધીકા તાલુકાના ઢોલરામાં ૨૬ વર્ષથી કાર્યરત છે. સંસ્‍થાના સ્‍થાપક મુકેશભાઇ દોશીના લાગણીસભર નિમંત્રણને સ્‍વીકારી ભારત સરકારના પશુપાલન અને મત્‍સ્‍યોદ્યોગ વિભાગના કેબીનેટ મંત્રી પરષોતમભાઇ રૂપાલાએ સંસ્‍થાની મુલાકાત લઇ ત્‍યાની પ્રવૃતિઓ નિહાળી હતી. સંસ્‍થાની પ્રણાલી મુજબ તેઓનું કુમકુમ તિલક કરી ફુલહાર અને ખેસ પહેરાવી પુસ્‍તક આપી શાલ ઓઢાડી સ્‍વાગત કરાયુ હતુ. બાદમાં પરષોતમભાઇએ સંસ્‍થાના આઇ.સી.યુ. યુનિટ, ફોટો ગેલેરી, ભોજનાલય, ઓડીટોરીયમ, સ્‍ટોરરૂમ, વડીલોના રૂમ, ભારત માતા મંદિર, મંગલેશ્વર મહાદેવ મંદિર, ગાર્ડન, સ્‍પોર્ટસ રૂમ નિહાળી વૃધ્‍ધાશ્રમના વડીલોને રૂબરૂ મળી તબીયતના ખબર અંતર પુછયા હતા. આ મુલાકાત વેળાએ શહેરના વિવિધ ક્ષેત્રના આગેવાનો દાતાઓ સર્વશ્રી શિવલાલભાઇ આદ્રોજા, પ્રતાપભાઇ પટેલ, વલ્લભભાઇ સતાણી, વલ્લભભાઇ વડાલીયા, મનસુખભાઇ પાણ, રમેશભાઇ જીવાણી, નાથાભાઇ કાલરીયા, જગવજીવનભાઇ સખીયા, અરવિંદભાઇ શાહ, બીમલનભાઇ કલ્‍યાણી, ઢોલરાના ગ્રામજનો, સંસ્‍થાના કાર્યકર્તાઓ, વડીલો, મહિલા કમીટીના સભ્‍યો હાજર રહ્યા હતા. સમગ્ર આયોજનની સફળતા માટે મુકેશ દોશી, અનુપમ દોશી, સુનિલ વોરા, કિરીટભાઇ આદ્રોજા, નલિન તન્ના, ગીતાબેન વોરા, કિરણબેન વડગામા, નિશાબેન મારૂ સહીતના કાર્યકર્તાઓ કાર્યરત રહેલ.

(5:00 PM IST)