<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

થેલેસેમીક બાળકોને રમકડાની ભેટ

 સેવાની સંસ્‍થા વિવેકાનંદ યુથ કલબ પ્રેરિત થેલસેમીયા જનજાગૃતિ અભિયાન સમિતિ દ્વારા ૮મી મે વિશ્વ થેલેસેમીયા દિવસ નિમિતે સરકારી હોસ્‍પીટલના થેલેસેમીયા વોર્ડમાં બ્‍લડ ટ્રાન્‍સફયુઝન માટે રોજ આવતા થેલેસેમીક બાળકોને ઉપયોગી થાય. તેવા રમકડા સ્‍વ. જતીનની સ્‍મૃતિમાં દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમના ટ્રસ્‍ટી હસમુખભાઇ રાચ્‍છ અને હરીશભાઇ હરીયાણીના હસ્‍તે અર્પણ કરવામાં આવેલ. વિશ્વ થેલેસેમીયા દિવસ નિમિત બ્‍લડ ટ્રાન્‍સફયુઝન માટે આવેલ બાળકોને નાસ્‍તો પણ કરાવવામાં આવેલ. તેમજ મોઢવણીક સમાજના અગ્રણી જીતુભાઇ ગાંધી તરફથી બાળકોને પેન્‍ટ-શર્ટનું કાપડ આપવામાં આવેલ. બાળરાજાઓને રાજી કરવાના આ કાર્યક્રમમાં શરદભાઇ દવે, કિશોરભાઇ ડોડીયા, શિરીષભાઇ કચ્‍છી, ડો.મધુરીકાબા જાડેજા, વિજયભાઇ ઓઝા, ભરતભાઇ સુરેલીયા વિશેષ ઉપસ્‍થિત રહેલ. સમગ્ર આયોજનની સફળતા માટે સંસ્‍થાના અનુપમ દોશી, હસુભાઇ શાહ, પંકજ રૂપારેલીયા, જયેન્‍દ્રભાઇ મહેતા, પરિમલભાઇ જોષી, વિપુલભાઇ ભટ્ટ, હિરેનભાઇ મહેતા, મહેશભાઇ વ્‍યાસ, દક્ષિણીભાઇ જોષી કાર્યરત રહેલ.

(5:05 PM IST)