<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

ચંપકનગરના ચાંદીકામના કારીગર મનોજભાઇ શિંદેનું હૃદય બેસી ગયું

ઘરે બેભાન થઇ ઢળી પડયાઃ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડી દેતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૪: હાર્ટએટેકથી મૃત્‍યુની ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. સામા કાંઠે પેડક રોડ ચંપકનગર-૫માં રહેતાં મનોજભાઇ પંદ્રીનાથ શિંદે (ઉ.વ.૫૩) પોતાના ઘરે હતાં ત્‍યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્‍યુ પામનાર મનોજભાઇ ચાંદી કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. મુળ મહારાષ્‍ટ્રના વતની હતાં અને ત્રણ ભાઇમાં નાના હતાં.

(4:08 PM IST)