તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 14th May 2024
મતગણત્રીમાં ૧ર૦૦નો સ્ટાફ પોસ્ટલ-EVM બંને મતો સાથે ગણાશે
કલેકટર તંત્રે મતગણત્રીની તૈયારી આરંભીઃ ર૦મી આસપાસ સ્ટાફની તાલીમ તથા રેન્ડેમાઇઝેશન કરવા સુચન... : વાંકાનેર-ટંકારાની ગણત્રી રાજકોટ બેઠકમાં હોય મોરબી કલેકટર પાસેથી અલગથી સ્ટાફ મંગાયો : કણકોટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે ૪ જૂને સવારે ૮ વાગ્યે ગણત્રીઃ ૧ર વાગ્યે ફેંસલો ૪ જૂને સવારે ૬ વાગ્યે સ્ટાફ-EVM નું ઓબર્ઝવરની હાજરીમાં છેલ્લુ રેન્ડેમાઇઝેશન...

રાજકોટ તા. ૧૪: રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી પૂરી થઇ અધીકારીઓએ થાક ઉતાર્યો, હવે આજથી રાજકોટ લોકસભા બેઠકની ૪ જૂને કાલાવાડ રોડ પર આવેલ કણકોટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે મતગણત્રી કરવા અંગે આજથી તૈયારીઓ આરંભી છે.
કલેકટર કચેરીના અધીકારી સૂત્રોના કહેવા મુજબ કુલ ૮ હોલમાં મતગણત્રી થશે, ૧૩ાા થી ૧૪ હજાર જેટલા પોસ્ટલ બેલેટ મતોની ગણત્રી માટે અલગથી રૂમ ઉભો કરાયો છે, કુલ ૭ વિધાનસભા બેઠકના ૭ હોલ અને પોસ્ટલ બેલેટનો એક હોલ એમ ૮ હોલમાં ૧૪ ટેબલ ઉપર ર૦ જેટલા રાઉન્ડમાં ગણત્રી થશે, એક હોલમાં ૧પ૦નો સ્ટાફની ગણતરી લેતા કુલ ૧ર૦૦નો સ્ટાફ મતગણત્રીમાં કામે લાગશે, અને ૧૦ ટકા રીઝર્વ રહેશે, આ તમામ સ્ટાફના આગામી ર થી ૩ દિવસમાં નીકળશે, અને ર૦મી આસપાસ તમામ સ્ટાફની ARO વાઇઝ તાલીમ યોજાશે, અને રેન્ડેમાઇઝેશન પણ થશે, જયારે સ્ટાફનું છેલ્લું રેન્ડેમાઇઝેશન-EVM રેન્ડેનાઇઝેશન મતગણત્રીના દિવસે સવારે ૬ વાગ્યે થશે, સ્ટાફને ૬ાા થી એન્ટ્રી અપાશે, ૮ વાગ્યાથી મતગણત્રી શરૂ થશે.
આ વખતે પ્રથમ વખત જ એવું બનશે કે ઇવીએમના મતો, પોસ્ટલ બેલેટના મતો તથા સર્વીસ વોટર્સના મતો સવારે ૮ વાગ્યાથી એકી સાથે ગણાશે, પોસ્ટલ બેલેટના ૧૩ાા થી ૧૪ હજાર મતો છે, સર્વીસ વોટર્સ ૭૦૦ આસપાસ છે, જેમાંથી આજ સુધીમાં ૧ર૦ સર્વીસ વોટર્સનું વોટીંગ થઇને કલેકટર પાસે આવી ગયું છે, આ સર્વીસ વોટર્સ મતગણત્રીના દિવસ સુધી ગણત્રીમાં લેવાશે, દેશભરમાં આર્મી-BSF માં ફરજ બજાવતા જવાનોના આ મતો હોય છે.
અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું કે વાંકાનેર-ટંકારા વિધાનસભા બેઠકનો વિસ્તાર રાજકોટ લોકસભા બેઠકમાં હોય, રાજકોટ કલેકટર દ્વારા મોરબી કલેકટર પાસેથી વાંકાનેર-ટંકારા બેઠકના મતોની ગણત્રી માટે અલગથી સ્ટાફ મંગાયો છે, હાલ તંત્ર મતગણત્રી અંગે પુરબહારમાં તૈયારીઓ કરી રહ્યું છે.
(3:07 PM IST)










