News of Tuesday, 14th May 2024
દોંગા અને પાદરીયા પરિવાર દ્વારા સ્વજનોના સ્મરણાર્થે કાલે પટેલવાડીમાં રકતદાન કેમ્પ

રાજકોટ તા. ૧૪ : દોંગા પરિવાર દ્વારા રાજકોટ સીવીલ હોસ્પિટલના લાભાર્થે સ્વ. મેનાબેન અંકુરભાઇ દોંગાની ચોથી વાર્ષિક પુણ્યતીથી અને સ્વ. ધીરજલાલ નાથાભાઇ પાદરીયાની બીજી વાર્ષિક પુણ્યતીથી નિમિતે કાલે તા. ૧૬ ના ગુરૂવારે મહારકતદાન કેમ્પનું આયોજન કરાયુ છે.
વાણીયાવાડી મેઇનરોડ, જલારામ ચોક પાસે, પટેલ વાડી ખાતે કાલે તા. ૧૬ ના ગુરૂવારે સવારે ૮ થી બપોરે ર સુધી યોજાયેલ આ મહારકતદાન કેમ્પમાં વધુને વધુ લોકોએ સ્વૈચ્છીક રકતદાન કરવા જાહેર અનુરોધ કરાયો છે. એકત્ર થયેલ રકત જરૂરતમંદ દર્દીઓને અપાશે.
સમગ્ર કેમ્પને સફળ બનાવવા અંકુરભાઇ દોંગા (મો.૯૦૩૩૩ ૫૨૦૭૯), દોંગા પરિવાર, પાદરીયા પરિવાર, જયભાઇ પાદરીયા, શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી, ડો. પ્રતિક અમલાણી (યુરોલોજીસ્ટ), ડો. પુનિત ત્રિવેદી (ન્યુરો સર્જન), સીવીલ હોસ્પિટલ બ્લડ બેંકના એમ.ડી. પેથોલોજીસ્ટ ડોકટરોની ટીમ માનદ સેવા આપશે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા અંકુરભાઇ દોંગા, વજુભાઇ વરસાણી, વિનયભાઇ જસાણી, યજ્ઞેશભાઇ વારીયા, દીપ કોટેચા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:48 PM IST)










