<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

જીવનશૈલી સાદી તો જીવન સરસઃ સત્‌શ્રી

સુખી થવા માટે સદ્‌ગુણ, સત્‍કર્મ અને સત્‍સંગ જરૂરી : કાલે કથા વિરામ : સાગર ધીરૂભાઇ વીરડિયા પરિવાર આયોજીત કથામાં ઉમટતો માનવ મહેરામણ

જય સ્‍વામિનારાયણ : ધીરૂભાઇ વીરડિયા પરિવાર દ્વારા તા.૯ થી ૧પમે સુધી દરરોજ રાત્રે ૮.૩૦ થી ૧૧.૩૦ સુધી યોજાયેલ કથામાં સુપ્રસિધ્‍ધ વકતા સતશ્રી જ્ઞાનગંગા વહેવડાવી રહયા છે. કેન્‍દ્રીય મંત્રી શ્રી પરસોતમભાઇ રૂપાલા, ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા, ભાજપના અગ્રણી ચેતન રામાણી વગેરેનું કથામાં આગમન થતાં ધીરૂભાઇ વીરડિયા, સાગર  વીરડિયા, મયુર વીરડિયા, વેદ વગેરેએ સ્‍વાગત કર્યુ  હતું.

રાજકોટ, તા. ૧૪: રાજકોટ, તા. ૯ :  શ્રી સ્‍વામિનારાયણ સંપ્રદાયના જાણીતા હરિભક્‍ત પિતળકળપા કન્‍સ્‍ટ્રકશનવાળા શ્રી ધીરૂભાઈ ગોરધનભાઈ વિરડિયાના આંગણે ધર્મભકિતનો અનેરો અવસર આવ્‍યો છે. પરિવાર દ્વારા પરિવારના સુપુત્ર અક્ષરનિવાસી વિપુલકુમારની સ્‍મળતિમાં આજે તા. ૯ થી ૧૫ મે ૨૦૨૪ સુધી સંસ્‍કાર સીટી પાછળ, રામધણ પાસે, મવડી વિસ્‍તાર (બાપા સીતારામ ચોકથી ૧ કિ.મી. દુર) ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ કથા પારાયણનું દિવ્‍ય-ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે જેના વ્‍યાસાસને સુરતવાળા સતશ્રી સ્‍વામીજી બિરાજી સંગીતમય શૈલીમાં કથાશ્રવણ કરાવી રહ્યા છે. તેમને સાંભળવા રોજ રાત્રે ૮.૩૦ થી ૧૧.૩૦ હજારો ભાવિકો ઉમટી રહ્યા છે. વિવિધ સ્‍થાનોના સંતો પધારી આશીર્વાદ વરસાવી રહ્યા છે.

સતશ્રીએ વ્‍યાસાસનેથી રૂચી પ્રમાણે નહિ પણ નીતિ પ્રમાણે જીવન જીવવાનો ઉપદેશ આપી જણાવેલ કે દાનથી ધન શુધ્‍ધ થાય છે. સંતોષથી મનશુધ્‍ધ થાય છે. જ્ઞાનથી આત્‍મા શુધ્‍ધ થાય છે. જ્ઞાન વિના મુકિત નથી. જ્ઞાન વિના મુકિત નથી. જીવનમાં ખોટી જરૂરીયાતને ટાળવી. જીવનશૈલી સાદી બનાવે તેનું જીવન સરસ બને છે. બીજાનું જોઇને દેખાડો કરવાના બદલો જીવનશૈલી સાદી હોય તો સુખપૂર્વક જીવી શકાય છે. શાષાોનો મત છે કે કમાણીમાંથી અનુકુળતા મુજબ દસમો કે વીસમો ભાગ ધર્મ માટે વાપરવો જોઇએ. સમય સારો હોય ત્‍યારે દાન જેવા સારા કાર્યો કરી લેવા જોઇએ ધનને વાવી શકાય, વાપરી શકાય અને વેડફી શકાય. ધનનું દાન કરે તે વાવ્‍યુ ગણાય. પોતાના માટે ઉપયોગ કરે તે ધન વાપયું ગણાય પણ ખોટા માર્ગે ધન વાપરે તે વેડફયુ કહેવાય, પોતાના માટે જીવે તેનું મરણ થાય છે. બીજા માટે જીવે તેનું સદા સ્‍મરણ  થાય છે. સુખી થવા માટે સદ્‌્‌ગુણ, સત્‍કર્મ અને સત્‍સંગ જરૂરી છે.

કથા શ્રવણનો કેન્‍દ્રીય મંત્રી શ્રી પરસોતમભાઇ, ધારાસભ્‍ય શ્રી રમેશભાઇ ટીલાળા, ભાજપના અગ્રણી ચેતન રામાણી સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ લાભ લીધો છે. જુદા જુદા ગામના સંતો પધારી આશીર્વાદ આપી રહ્યા છે. ભાગવત કથાનું કાલે તા. ૧પમીએ  રાત્રે ૧૧.૩૦ વાગ્‍યે  સમાપન થશે.

સૌને રૂડા અવસરનો લાભ લેવા માટે શ્રી ધીરૂભાઈ જી. વીરડિયા (મો. ૯૪૨૬૭ ૧૯૩૨૪), શ્રી સાગર ડી. વીરડિયા (મો. ૯૭૬૨૯ ૦૦૦૦૯), ચિ. વેદ વિગેરેએ જાહેર નિમંત્રણ પાઠવેલ છે.

(3:49 PM IST)