<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

મતદાન પછી અને મત ગણતરી પહેલા મૃત્‍યુ પામેલ ઉમેદવાર વિજેતા થાય તો નવેસરથી ચૂંટણી

લોહાણા મહાજન તથા પ્રમુખના નામે જ્ઞાતિજનો-અગ્રણીઓને ફોન કરીને ખોટી રીતે રૂપિયા માંગવામાં આવતા હોવાનું સામે આવ્‍યું

રાજકોટ તા. ૧૬ : લોકસભાની ચૂંટણીમાં મતદાન પછી અને મત ગણતરી પહેલા કોઇ ઉમેદવારનું અવસાન થાય અને પરિણામ વખતે તે વિજેતા જાહેર થાય તો નવેસરથી પેટાચૂંટણી યોજવા પાત્ર થાય છે. મૃત્‍યુ પામેલ વિજેતા ઉમેદવાર પછીના સૌથી વધુ મત ધરાવતા ઉમેદવારને વિજેતા જાહેર કરવાની જોગવાઇ નથી. મતદાન અને મત ગણતરી વચ્‍ચે કોઇ ઉમેદવારનું અવસાન થાય તો પણ મત ગણતરી કરવાની થાય જ છે. જો મૃત્‍યુ પામેલ ઉમેદવારને સૌથી વધુ મત મળ્‍યા હોય તો તેની હયાતી ન હોવાથી તે બેઠકને ખાલી જાહેર કરી ૬ માસમાં નવી ચૂંટણી યોજવાની થાય છે તેવું સત્તાવાર વર્તુળોનું કહેવું છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ભારતમાં લોકસભાની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. કુલ ૭ પૈકી ૪ તબક્કામાં ૩૮૧ બેઠકોમાં મતદાન પૂર્ણ થઇ ગયું છે. આગામી તા. ૨૦, ૨૫ મે અને ૧ જૂને બાકીની ૧૬૧ બેઠકોનું મતદાન છે. મત ગણતરી ૪ જૂને થશે.

(2:49 PM IST)