News of Thursday, 16th May 2024
રાજકોટની વૃંદાવન યાત્રા સંઘના ૩૭ યાત્રીઓ બે દિવસથી યમનોત્રી પાસે ટ્રાફીક જામને કારણે ફસાયાઃ મદદ કરવા વિનંતી
તમામ યાત્રાળુઓની પૂરી કાળજી-દેખરેખ રખાઇ છેઃ રહેવા-ભોજનની વ્યવસ્થા કરાઇ છે... ઉત્તરાખંડ સરકારને જાણ કરવા રાજકોટ કલેકટરને પત્રઃ ડ્રાઇવર તથા મેનેજરના નંબર પણ આવ્યા...

રાજકોટ તા. ૧૬ :.. શહેરની વૃંદાવન યાત્રા સંઘે રાજકોટ કલેકટરને પત્ર પાઠવી ચારધામ યાત્રા અમારી વૃંદાવન યાત્રા સંઘ દ્વારા મોકલેલ ૩૭ યાત્રીને લગતી વિગત ઉતરાખંડ તંત્રને જાણ કરવા માંગણી કરી છે.
તા. ૧૦-પ-ર૦ર૪ ટ્રેન દ્વારા રવાના થયેલ ૩૭ યાત્રી ચારધામ યાત્રાનું રજીસ્ટ્રેશન તા. ૧ર-પ-ર૦ર૪ ના કરાવેલ, યાત્રા તા. ૧૩-પ-ર૦ર૪ હરિદ્વાર થી ચારધામ યાત્રા માટે રવાના થયેલ. પરંતુ તા. ૧૩-પ-ર૦ર૪ થી યાત્રી યમનોત્રી પાસે ટ્રાફીક જામને લઇ અમારા વૃંદાવન યાત્રા સંઘના ૩૭ (સાડત્રીસ) યાત્રી બે દિવસથી ટ્રાફીક સમસ્યાને કારણે ફસાયેલ છે. અમો આ બાબતે આપને વિનંતી કરીએ છે કે, ઉતરાખંડ સરકાર તંત્રને જાણ કરવા અને આ સમસ્યાનું નિરાકરણ કરી ચારધામ યાત્રા સમય મર્યાદામાં પુરી થાય તેવી વ્યવસ્થા કરવા મહેરબાની કરશો.
અમારી બસના ડ્રાઇવરના મો. નં. ૯રપ૮૬ પ૦૧રપ બસ નં. યુકે-૧ર-પીએ-૦૦ર૧ છે. અમારા મેનેજર કલ્પેશભાઇના મો. ૬૩પપ૮ પપ૭૮૯ છે. અમોએ યાત્રીની પુરી કાળજી, દેખરેખ રાખી છે. રહેવાની તેમજ ભોજનની વ્યવસ્થા અમોએ કરેલ છે. આવી કપરી પરીસ્થિતિમાં યમનોત્રી દર્શન માટે પેદલ યાત્રા કરીને ગયેલ છે. તો અમારી આપને વિનંતી કે અમારા દ્વારા મોકલેલ યાત્રીઓની ચારધામ યાત્રા સુખરૂપ પુરી થાય તે માટે શકય તેટલી મદદ કરવા વિનંતી.
(4:20 PM IST)










