News of Friday, 17th May 2024
રાજકોટના ઇતિહાસનું કદાચ સૌથી મોંઘુ નાટક અને તે પણ સાવ સસ્તી ટિકીટોમાં!: અનેક બોલિવૂડ, હોલિવૂડ સેલેબ્રીટી પરફોર્મ કરશે
આવું નાટક રાજકોટમાં ફરી વાર આવશે નહિ ! માટે આજે જ ટિકિટ બુક કરાવો ટિકિટ ૩૦૦ રૂપિયા થી શરુ.

રાજકોટઃ મિત્રો વિદેહી એન્ટરટેઇન્મેન્ટની દરેક પ્રસ્તુતિને તમે બે હાથ પહોળા કરી વધાવી છે. પ્રતીક ગાંધી અભિનીત મોહનનો મસાલો હોય, આદિત્ય ગઢવી અભિનીત હાજીકાસમ તારી વીજળી હોય, અનુપ સોની અભિનીત બાલીગંજ હોય , અકૂપાર, સમુદ્રમંથન,આજ જાને કી ઝિદ ના કરો વ. જેવા નાટકો હોય કે પછી ઉર્દુ મુશાયરાઓ હોય ! વિદેહી એન્ટરટેઇન્મેન્ટ પોતાની હટકે નાટકો લાવવાની પરંપરા સાતત્યપૂર્ણ આગળ વધારી રહ્યું છે માત્રને માત્ર આપ સહુ કલાપ્રેમી પ્રેક્ષકોના પ્રોત્સાહનથી. અને એ જ પરંપરા આગળ વધારતા વિદેહી આ વખતે લાવી રહ્યું છે રાજકોટના ઇતિહાસમાં ખરેખર યાદ રહે તેવું નાટક - બાગી અલબેલે . નાટક એક હિન્દી કોમેડી છે. હવે રાજકોટમાં કોમેડી નાટકો ઘણા આવે છે તો આ નાટકમાં નવું શું ? આ નાટકમાં કઈ કેટલાયે સુપ્રસિદ્ધ કલાકારો લાઈવ પરફોર્મ કરી રહ્યા છે. કોણ કલાકારો ? ચાલો જણાવું.
ઉરી , પદ્માવત,સેમ બહાદુર , સ્પેશિયલ ૨૬ જેવા અનેક બોલિવૂડ ફિલ્મો અને કઈ કેટલીયે હિન્દી સિરિયલોમાં કામ કરી ચૂકેલા શ્રી ઉજ્જવલ ચોપરા નાટકમાં લીડ રોલ કરી રહ્યા છે. જયારે તું જૂઠી મેં મક્કાર , સ્ટુડન્ટ ઓફ ધ યર , વીરે દી વેડિંગ વગેરે ફિલ્મો માં અત્યંત કોમેડી રોલમાં તમે જેમને ખુબ માણ્યા છે તે આયેશા રઝા મિશ્રા નાટકમાં હિરોઈન નો રોલ કરી રહ્યા છે. આયેશા એટલે સુવિખ્યાત એક્ટર કુમુદ મિશ્રાના પત્ની. કુમુદ મિશ્રા એટલે જેમણે સલમાનખાની સુલતાન મુવીમાં કોચનો રોલ કરેલો. જોલી એલએલબી માં ભ્રષ્ટ પોલીસ ઓફિસર તો ચમકીલા , ટાયગર , લસ્ટ સ્ટોરી વગેરે અનેક ફિલ્મોમાં તેમણે મોટા ગજાના રોલ્સ નિભાવ્યા છે. વળી કાસ્ટ એવડી મોટી છે કે નાટકની અંદર નાટક ભજવાશે અને સર્જાશે રહસ્યો કન્ફયુઝન અને ખડખડાટ હાસ્ય. હજુ તો ડિરેક્ટર વિષે એક આખું પાનું ભરાય એટલી વાતો છે પણ એ અહીં આગળ ઉપર કરતા રહીશું. મિત્રો સાચું કહેજો , તમે આવા ગજાના કલાકારોને લાઈવ રાજકોટમાં છેલ્લે કયારે માણ્યા હતા? તો પછી જલ્દી ટિકિટ બુક કરાવો ને! હોલ ૪૦ ટકા તો ઓલરેડી બુક થઇ ગયો છે!
નાટકનો એકમાત્ર પ્રયોગ ૮ જૂન , શનિવાર ને રાત્રે ૯.૩૦ કલાકે હેમુ ગઢવી હોલ , રાજકોટ ખાતે છે.
ટિકિટ માટે કોલ અથવા વોટ્સએપ કરોઃ- ૯૦૨૩૨૮૨૪૦૭.
વિદેહી એન્ટરટેઇન્મેન્ટ અને લિટ્ટલ એંજલ ડાયપર આયોજિત આવડા મોટા ગજાના આયોજન માં હરહંમેશ મુજબ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટ ભાઈ ગણાત્રા એ દીવાદાંડી સમાન માર્ગદર્શન આપ્યું છે તો સમગ્ર અકિલા પરિવાર એ સાથ આપ્યો છે. નાટકના આધાર સ્તંભો - અદાણી મસાલા , એપલ બેસન, ધ મિલી બાય પ્રભુ ગ્રુપ, અન્નપૂર્ણા યુનિવર્સલ ફૂડ, આટોમાઇઝ ઘરઘંટી, તિરૂપતિ કુરિયર, ફેવરીટો રારા પ્રીમિયમ વોટર, જય ગણેશ ઓટો, અર્જુન જ્વેલર્સ, ફ્રીગો પ્રીમિયમ એનર્જી ડ્રીંક અને સરાઝા હોટેલ છે તથા ટ્રાવેલ પાર્ટનર હોબો કેબ્સ અને હોસ્પિટાલિટી પાર્ટનર ફિનિક્સ રિસોર્ટ છે
(4:45 PM IST)










