તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
હૃદય બેસી જતા વધુ ત્રણ મોતઃ ગાયક કલાકાર, એક મહિલા અને એક પ્રોૈઢના શ્વાસ થંભી ગયા
સંત કબીર રોડ ભગીરથ સોસાયટીના ભરતભાઇ ત્રિવેદી, મોરબી રોડ સેટેલાઇટ ચોક રાજલક્ષ્મી પેલેસના ભાનુબેન સોલંકી તથા મેહુલનગરના દેવેનભાઇ જીંજુવાડીયાના ઘરે બેભાન થઇ ગયા બાદ સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાઃ પરિવારમાજનોમાં શોક

રાજકોટ તા. ૨૦: શહેરમાં હૃદય રોગના હુમલાથી મૃત્યુની વધુ ત્રણ ઘટના બની છે. જેમાં સંત કબીર રોડ પર ભગીરથ સોસાયટીમાં રહેતાં ગાયક કલાકાર પ્રોૈઢ અને મોરબી રોડ સેટેલાઇટ ચોકમાં રહેતાં એક મહિલા ઘરે એકાએક બેભાન થઇ જતાં તેમજ મેહુલનગરના એક પ્રોૈઢ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ત્રણેયના મૃત્યુ થયા હતાં. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયુ હતું.
જાણવા મળ્યા મુજબ સંત કબીર રોડ ભગીરથ સોસાયટી-૧માં રહેતાં ભરતભાઇ ચીમનભાઇ ત્રિવેદી (ઉ.વ.૫૨) રાતે એકાદ વાગ્યે ઘરે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દીધો હતો. તેઓ બે ભાઇમાં મોટા હતાં અને કારખાનામાં કામ કરવા ઉપરાંત ગાયક કલાકાર પણ હતાં. મંદિરોમાં અને અલગ અલગ કાર્યક્રમોમાં ધૂન-ભજન ગાવા માટે જતાં હતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
બીજા કિસ્સામાં મોરબી રોડ સેટેલાઇટ ચોક રાજલક્ષ્મી પેલેસમાં રહેતાં ભાનુબેન મુકેશભાઇ સોલંકી (ઉ.વ.૪૮) રાતે દસેક વાગ્યે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ ફેબ્રીકેશનનું કામ કરે છે. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું. બંને બનાવમાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા અને તોૈફિકભાઇ જુણાચે બી-૯િવીઝન પોલીસને જાણ કરી હતી.
ત્રીજા બનાવમાં કોઠારીયા રોડ મેહુલનગર-૬માં રહેતાં દેવેનભાઇ દિલીપભાઇ જીંજુવાડીયા (ઉ.વ.૪૯) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દીધો હતો. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું. મૃત્યુ પામનાર સોની કામ કરતાં હતાં. સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. પોતે બે ભાઇમાં મોટા હતાં. ભક્તિનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
(2:59 PM IST)










