<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

બેડી નજીક ‘હિટ એન્‍ડ રન': છોટાઉદેપુરના તખતસિંગનું અજાણ્‍યા વાહનની ઠોકરે મોત

બાઇક લઇ આટો મારવા નીકળ્‍યા અને કાળ ભેટી ગયો

રાજકોટ તા.૨૦: મોરબી રોડ પરના બેડી ગામ નજીક વાડી વિસ્‍તારમાં હિટ એન્‍ડ રનની ઘટનામાં મુળ છોટાઉદેપુર બોડેલીના અને હાલ વાછકપર બેડીમાં ઓધવજીભાઇ આંબાભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં તખતસિંગ ભીમાભાઇ રાઠવા (ઉ.વ.૪૫) ગઇકાલે બાઇક લઇ આટો મારવા ગયા ત્‍યારે કોઇ વાહનની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ રાતે દમ તોડી દીધો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા અને તોૈફિકભાઇ જુણાચે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર તખતસિંગ ત્રણ ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. આ બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. કુવાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:59 AM IST)