તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
ખંઢેરી સ્ટેડિયમ પાસે ટ્રક પાછળ આઇશર ઘુસી જતાં યુપીનો અજયપ્રતાપ કેબીનમાં ફસાયોઃ ફાયર બ્રિગેડે બહાર કાઢયો
ગંભીર હાલતમાં રાજકોટ સારવાર હેઠળઃ કુરીયરના પાર્સલ ભરી જામનગર જતો હતો

રાજકોટઃ જામનગર રોડ પર ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ પાસે વહેલી સવારે પોણા પાંચેક વાગ્યે એક ટ્રક પાછળ આઇશર ટ્રક ઘુસી જતાં આઇશરના ચાલક મુળ યુપીના હાલ નવાગામ ડિલીવરી ડોટકોમ હાઉસ પાસે રહેતાં અજયપ્રતાપ સુરપાલભાઇ સિંઘ (ઉ.વ.૨૫)ને ટ્રકની કેબીનમાં ફસાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. બનાવની જાણ થતાં રાજકોટથી ફાયર બ્રિગેડ ટીમના સંજયભાઇ મકવાણા, હરેશભાઇ, મેહુલભાઇ, રાજપાલસિંહ, ભીખુભાઇ સહિતે પહોંચી આઇશર નં. જીજે૦૩બીઝેડ-૦૯૭૯માં ફસાયેલા અજયપ્રતાપને બહાર કાઢતાં ૧૦૮ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જાણવા મળ્યા મુજબ અજયપ્રતાપ મુળ યુપીનો વતની છે અને નવાગામ ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરે છે. કુરીયરના પાર્સલ લઇ તે જામનગર જવા નીકળેલ ત્યારે બનાવ બન્યો હતો. તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત વાહન અને ઘાયલ થયેલા અજયપ્રતાપ (ઇન્સેટ) જોઇ શકાય છે. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા અને તોૈફિકભાઇ જુણાચે પડધરી પોલીસને કરી હતી.
(11:15 AM IST)










