<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

શાપરમાં ફેક્‍ટરીમાં આગઃ મોટી નુકસાનીઃ દિવાલોમાં તિરાડ પડી, છાપરૂ તુટી ગયું

એક ફાયરમેનને પગમાં ઇજા થતાં સારવાર લેવી પડી યુનિવર્સિટી રોડ પર કપડાની દુકાનમાં પણ આગ લાગી

રાજકોટ તા. ૨૦: શાપર વેરાવળમાં માઇકોમેલ ગેઇટ અંદર આવેલી રીષી કાસ્‍ટ પ્રા.લિ. નામની બીડ કાસ્‍ટીંગની ફેક્‍ટરીમાં આગ ભભૂકતાં રાજકોટથી ફાયર ફાઇટરોએ પહોંચી આગ કાબુમાં લીધી હતી. આગથી મોટી નુકસાની થઇ હતી.

ફાયર બ્રિગેડ સુત્રોના કહેવા મુજબ આગ સ્‍ટોર રૂમમાં લાગી હતી. સતત ફોમનો મમારો ચલાવી આગ બુઝાવી હતી. તેમજ મેગનેશીયમ નામના પદાર્થમાં પણ આગ લાગી હોઇ તેને બુઝાવવા ભારે મહેનત કરવી પડી હતી. આગથી એસી,પંખા, ફર્નિચર વગેરે બળી ગયા હતાં. મકાનમાં તિરાડો પડી ગઇ હતી અને છાપરૂ તુટી ગયું હતું. આગનું કારણ કે નુકસાનીનો આંકડો જાણવા મળ્‍યો નથી. ફાયરમેન મથુરભાઇ પટેલને ઇજા થતાં સારવાર લેવી પડી હતી.

સીએફઓ ખેર, એસટીઓ જોબન, સાજીદભાઇ, જયેશભાઇ, મયુરભાઇ, ભરતભાઇ, વિક્રમભાઇ, રોહિતભાઇ સહિતની ટીમે આગ બુઝાવવાની કામગીરી કરી હતી.બીજા બનાવમાં યુનિવર્સિટી રોડ પર પુષ્‍કરની સામે આવેલી મિલન ફેશન નામની કપડાની દુકાનમાં આગ લાગતાં ફાયર બ્રિગેડના જયેશભાઇ, મહાવીરસિંહ, આયુષભાઇ, વિપુલભાઇ, મગનભાઇ સહિતે ત્‍યાં પહોંચી આગને કાબુમાં લીધી હતી. માલિક હંસાબેન નવીનભાઇ ઘટના સ્‍થળે હાજર હતાં.

(3:46 PM IST)