News of Monday, 20th May 2024
ગુરૃવારે બુધ્ધપૂર્ણીમા મહોત્સવ ઉજવાશે
સવારે હોસ્પિટલ ચોકથી બૌધ્ધવિહાર કણકોટ સુધી ધમ્મયાત્રા: સાંજે બૌધ્ધ સભા અને સાંસ્કૃતિક કાર્યક્રમો

રાજકોટ તા. ૨૦: મહાન અશોકની ૨૩ મી જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત વિશ્વમાં શાંતિ અને સમાનતાના પ્રતિક તથાગત ગૌતમ બુધ્ધની ૨૫૬૮ મી જન્મ જયંતિ મહોત્સવ વૈશાખી બુધ્ધ પૂર્ણીમા મહોત્સવ તા. ૨૩ ના ગુરૃવારે ધામધુમથી ઉજવવા બૌધીસત્વ આંબેડકર બૌધ્ધ વિહાર ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયુ છે.
'અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવેલ કે તા. ૨૩ ના ગુરૃવારે સવારે ૯ વાગ્યે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા હોસ્પિટલ ચોકથી ધમ્મ યાત્રાને પ્રસ્થાન કરાવાશે. જે નિયત રૃટ પર ફરીને બુધ્ધ વિહાર કણકોટ પાટીયા ખાતે વિરામ લેશે.
જયાં સાંજે ૫ થી ૮ સુધી ધમ્મ સભા યોજવામાં આવશે. મહારાષ્ટ્રના એડવોકેટ સુરેશ ઘમરે અને પ્રો. મહેન્દા્ર થોરાત સભા સંબોધશે. રાત્રે ૯ વાગ્યાથી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં બહુજન ગાયક નીતિન શુકલ અને મોરબીનું સાજીંદા વૃંદ ક્રાંતિ ગીતોની જમાવટ કરશે.
ઉલ્લેખનીય છે કે મહાન અશોકનો જન્મ ઇ.પૂ. ૩૦૪ ચૈત્ર મહીનાની આઠમના થયો હતો અને તથાગત બુધ્ધનો જન્મ વૈશાખી પૂર્ણીમાના દિવસે લુંબીવન નેપાળ ખાતે થયો હતો.
રાજકોટ ખાતે આયોજીત સમગ્ર કાર્યક્રમોને સફળ બનાવવા ભન્તે પ્રજ્ઞારત્ન (થેરો)ની આગેવાની હેઠળ મોહનભાઇ રાખૈયા (પ્રમુખ મો.૮૧૬૦૬ ૦૫૦૯૦), રમેશભાઇ મકવાણા, વલ્લભસાગર દેંગડા, જીતેન્દ્ર મહીડા, દીપંકર સુમન, રમેશ ખીમસુરીયા, મોહનભાઇ રાઠોડ, પ્રવિણ ચૌહાણ, હિતેષ રાઠોડ, સંજય પરમાર, અતુલ રાઠોડ, ડો. એન. પી. પરમાર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર ઃ સંદીપ બગથરીયા)
(2:47 PM IST)










