<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

૮૦ વર્ષ પહેલાના લાઇટ બીલમાં યુનીટનો દર ૬ આના હતોઃ મીટર ભાડુ ૬ પૈસા : રાજુભાઇ દેસાઇ પાસે અનોખો સંગ્રહ

રાજકોટ તા. ૨૦ : હાલ સ્માર્ટ વીજ મીટરના કારણે વીજળીના બીલો મસ મોટા આવવાનો દેકારો બોલી ગયો છે. ત્યારે આઠ દાયકા પહેલા વીજળીના બીલ કેટલા આવતા તે બાબતે રાજકોટના હાથીખાના મેઇન રોડ પર રહેતા રાજુભાઇ દેસાઇએ અનોખો સંગ્રહ રજુ કર્યો છે. જુની વસ્તુઓના સંગ્રાહક રાજુભાઇ વી. દેસાઇ (મો.૯૩૭૪૧ ૦૫૨૯૯) પાસે ગાંધીજીના જુના છાપા, પોસ્ટલ સ્ટેમ્પ સહીતનો જુનો સંગ્રહ છે. જેમાં તેમની પાસે ૧૯૪૨ અને ૧૯૪૪ ની સાલના લાઇટ બીલો પણ છે. એ સમયે એક મહીનાના બીલ અપાતા હતા. જેમાં યુનિટ દર ૬ આના અને મીટર ભાડુ ૬ પૈસા દર્શાવતુ હોવાનું રાજુભાઇએ જણાવ્યુ હતુ. પ યુનિટ વપરાશનું બીલ એ સમયે માત્ર રૃ.૧.૪૦ પૈસા આવતુ હતુ. તસ્વીરમાં જે તે સમયના વીજ બીલો અને સંગ્રાહક રાજુભાઇ દેસાઇ નજરે પડે છે. (તસ્વીર ઃ સંદીપ બગથરીયા)

(2:48 PM IST)