<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

આકરા તાપમાં મચ્‍છરનો ડંખઃ ડેન્‍ગ્‍યુના બે કેસ : ઝાડા-ઉલ્‍ટી-શરદી-ઉધરસના ૧૧૦૦ દર્દીઓ નોંધાયા

૮ હજાર ઘરોમાં પોરા નાશક કામગીરી : મચ્‍છર ઉત્‍પતિ સબબ ૪૪૧ને નોટીસ

રાજકોટ, તા. ૨૦: શહેરમાં છેલ્લા અઠવાડીયાથી ગરમીનું પ્રમાણ વધતા પાણીજન્‍ય રોગચાળાનાં વધારો થતો જોવા મળે છે. કેમ કે, દિવસોથી સીઝનલ રોગચાળો વકરતો જાય છે. છેલ્લા સપ્તાહમાં ઝાડા, ઉલ્‍ટી, ટાઇફોડ તાવ સહિત ૧૧૦૦ થી વધુ કેસ નોંધાયા છે.

આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી  મુજબ તા.૧૩ મે થી ૧૯  મે સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય રોગચાળાનો ૧ કેસ

છેલ્લા સપ્તાહમાં ડેન્‍ગ્‍યુના બે જયારે સીઝનનાં મેલેરીયાના ૫, ડેન્‍ગ્‍યુના ૧૫ તથા ચિકનગુનિયાના ૧૬ કેસ નોંધાયા છે.

શરદી-તાવના ૧૧૦૦થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૫૨૭ તેમજ સામાન્‍ય તાવના ૩૦૪ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૨૯૨ સહિત કુલ ૧૧૨૩ દર્દીઓ નોંધાયા હતા.

મચ્‍છર ઉત્‍પતિ સબબ ૪૪૧ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૭૮૮૨ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૨૫૬ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્‍ય ૨૦૦થી વધુ સ્‍થળોએ  મચ્‍છર ઉત્‍પતિ  સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૪૪૧ લોકોને નોટીસ પાઠવી હતી.

(3:00 PM IST)