<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

બુધ્‍ધ પુર્ણીમા-ગુરૂવારે ઓશો સત્‍ય પ્રકાશ મંદીરનો ૩૯માં વર્ષમાં મંગલ પ્રવેશઃ નિઃશુલ્‍ક ઓશો ધ્‍યાન શિબિર-マદયાંજલી-સન્‍યાસ ઉત્‍સવ-સંતવાણી

ધ્‍યાન-ભકિત-ભોજનના ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવવાનો અનેરો અવસર : આયોજક જગદીશભાઇ રાઠોડ (સ્‍વામી જગદીશ ભારતી) સંચાલક : સ્‍વામી સત્‍ય પ્રકાશ (ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદીર-ઓશો ગીતા-નિવેદીતા ધ્‍યાન મંદીરના સંચાલક-ટ્રસ્‍ટી-એકઝીકયુટર) નિર્વાણ કેતનભાઇ (અન્નુ) જે.રાઠોડની પ્રથમ વાર્ષિક નિર્વાણતીથી નિમિતે マદયાંજલી, લાફીંગ થેરાપી માસ્‍ટર સ્‍વામી દેવ રાહુલ દ્વારા હસીબા ખેલીબા ધરીબા ધ્‍યાનમ, સંતવાણી, આયોજકઃ બકુલભાઇ ટીલાવત (સ્‍વામી આનંદ તીર્થ) તથા સાથી કલાકારો, શિબિરમાં સહભાગીતા માટે નામ નોંધણી શરૂ

 

રાજકોટ : ઓશોના સુત્ર ‘ઉત્‍સવ અમાર જાતી, આનંદ અમાર ગૌત્ર'ને સાર્થક કરવા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્‍યાન શિબિરો, ઓશો સાહિત્‍ય પ્રદર્શનો, ઓશો સન્‍યાસ ઉત્‍સવ, ભજન, કિર્તન, ગીત-સંગીત વિવિધ સંપ્રદાયોના ઉત્‍સવો, મૃત્‍યુ ઉત્‍સવ, વિશ્વ દિવસ વગેરે રાજકોટમાં ર૪ કલાક ઓશો કાર્યથી ધમધમતુ વિશ્વનું એક માત્ર ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદીર દ્વારા છેલ્લા ૩૮ વર્ષોથી અવાર નવાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેનું સંચાલન સ્‍વામી સત્‍યપ્રકાશ કરી રહયા છે.

આગામી તા.ર૩ ને ગુરૂવારના રોજ બુધ્‍ધ પુર્ણિમાના મંગલ દિવસે ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદીરે આયોજીત ઓશો ધ્‍યાન શિબિરની રૂપરેખા આ પ્રમાણે છે. સાંજના ૪ થી ૮ દરમ્‍યાન ગુરૂવંદના,ઓશોના વિવિધ ધ્‍યાન પ્રયોગો, ઓશો વિડીયો દર્શન, નિર્વાણ કેતન (અન્‍નુ) જે.રાઠોડને તેમની પ્રથમ વાર્ષિક નિર્વાણતીથી નિમિતે マદયાંજલી-પુષ્‍પાંજલી, સ્‍વામી દેવ રાહુલ દ્વારા હસીબા ખેલીબા ધરીબા ધ્‍યાનમ, સન્‍યાસ ઉત્‍સવ, ઓશો કિર્તન, સંધ્‍યા ધ્‍યાન બાદ રાત્રે ૮ વાગ્‍યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે.

મહાપ્રસાદ બાદ રાત્રે ૮.૩૦ થી ૧૨.૩૦ દરમ્‍યાન ઓશો  સન્‍યાસી તથા ભજનીક બકુલભાઇ ટીલાવત (સ્‍વામી આનંદ તીર્થ) તથા સાથી કલાકારો કાળુભાઇ મકવાણા, બેન્‍જો માસ્‍ટર બલરાજભાઇ મકવાણા, બિરજુભાઇ ઠાકર, વિનોદભાઇ નિમાવત, સ્‍વામી જગદીશ ભારતી, રસીકભાઇ મકવાણા, માંધાભાઇ પાંભર, શામજીભાઇ ડોડીયા, અરવિંદભાઇ જેઠવા, ગૌતમભાઇ મકવાણા, તબલાવાદક વિનોદભાઇ કલોલા, તબલાવાદક ખુશ પ્રજાપતી, તબલા વાદક વાસુદેવ, (સ્‍વામી જીવન અભય) બળવંતસિંહ રાઠોડ તથા તબલાવાદક રાજુભાઇ ગોહીલ વગેરે સંતવાણીના કલાકારો દ્વારા વિવિધ સંતો-મહંતોની રચના રજુ કરી લોકોને ભકિતરસમાં તરબોળ કરશે.

ઉપરોકત ઓશો ધ્‍યાન શિબિરમાં તથા સંતવાણીમાં સહભાગી થવા ઓશો સન્‍યાસી-પ્રેમીઓને સ્‍વામી જગદીશ ભારતીએ અનુરોધ કરેલ છે. સ્‍થળઃ - ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદીર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, ૪-વૈદવાડી, ડી માર્ટ પાછળ, રાજકોટ. વિશેષ માહીતી તથા શિબિરમાં સહભાગીતા માટે એસએમએસ કરવા માટે સ્‍વામી સત્‍ય પ્રકાશ ૯૪ર૭ર પ૪ર૭૬, સંજીવ રાઠોડ ૯૮ર૪૮ ૮૬૦૭૦.

(3:10 PM IST)