તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
ટી.પી.પરિપત્રના મનસ્વી અર્થઘટન સામે રોષ
સમગ્ર રાજયમાં માત્ર રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન વિસ્તારમાં ગુજરાત હાઉસીંગ બોર્ડની અસંખ્ય વસાહતોના નવા બાંધકામ નુકસાને મંજુરી આપવાનું બંધ

રાજકોટઃ ટાઉન પ્લાનીંગ પરીપત્રના મનસ્વી અર્થઘટન સામે રોષ ફેલાયો છે. સમગ્ર રાજયમાં માત્ર રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન વિસ્તારમાં ગુજરાત હાઉસીંગ બોર્ડની અસંખ્ય વસાહતોના નવા બાંધકામ નકશાને મંજુરી આપવાનું બંધ કરી દેવાયું છે.
આ અંગે ગુજરાત હાઉસીંગ બોર્ડ લીઝ હોલ્ડર્સ એસોસીએશનના આગેવાનોએ જણાવેલ કે એ સર્વવિદિત છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડની અસંખ્ય વસાહતો પુરા ગુજરાત રાજ્યમાં આવેલી છે તે પૈકીની જે વસાહતો ૨૫ વર્ષથી જૂની હોય અને જેના બાંધકામ જર્જરીત થઈ ગયેલ હોય તેવી વસાહતોના ટેનામેન્ટ વિગેરેના નવા બાંધકામ નકશા અથવા રીપેરીંગુ માટેના નકશાઓ રાજ્યના બધા મ્યુનિસિપલ કોર્પોરેશન ૨ મ્યુનિસિપલીટી વિગેરે મંજૂર કરે છે છેલ્લા આશરે ર વર્ષથી રાજકોટ સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડના એક જુનિયર ઈજનેર શ્રી ના રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને લખાયેલ પત્ર નો આધાર લઈ રાજકોટના ટાઉન પ્લાનર શ્રી એ રાજકોટ સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતો ના નવા બાંધકામ નકશા ને મજૂરી આપવાનું બંધ કરેલ છે રાજકોટ ટાઉન પ્લાનિંગ શાખાના પરિપત્રના કારણમાં જણાવવામાં આવેલ છે કે જ્યાં સુધી રાજકોટ સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતોના ટેનામેન્ટ/ પ્લોટ વિગેરેની જમીનને લીઝહોલ્ડમાંથી ફ્રી હોલ્ડમાં ફેરવવામાં નહીં આવે ત્યાં સુધી નવા બાંધકામ નકશા ને મંજૂર કરવામાં આવશે નહીં. આ પરિપત્રમાં રાજકોટ ટાઉન પ્લાનર શ્રી એ શહેરી વિકાસ ખાતાના આશરે પાંચ વર્ષ જૂના ઠરાવનો હવાલો આપી આ નિર્ણય લીધેલ છે. શહેરી વિકાસ ખાતાના આ પરિપત્રમાં એવું કોઈ જગ્યાએ જણાવવામાં આવેલ નથી કે લીઝ હોલ્ડ ની જમીનને ફ્રી હોલ્ડ માં ફેરવવામાં આવ્યા મા મંજર કરવા ત્સગ બોર્ડ બઝ બેલ્ડર્સ વોવોજીરો બાદ જ નવા બાંધકામ નકશા મંજૂર કરવા.
ગુજરાત હાઉસીંગ બોર્ડ લીઝ હોલ્ડર્સ એસોસીએશનના આગેવાનોએ વધુમાં જણાવેલ કે આ બધી બાબતોથી એવું જણાય છે કે રાજકોટ ટાઉન પ્લાનર શ્રી નો નિર્ણય અંતિમ હેતુ સાધવા માટે લેવા આવેલ છે. કારણ કે ) ( ૧ )માહિતી અધિકાર નિયમ હેઠળ અમોએ મેળવેલ માહિતી મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડના કોઈ અધિકારીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, કે બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન ને તેના વિસ્તારની ગુજરાત હાઉસિંગ વ વસાહતોના બાંધકામ નકશાને મંજૂરી ન આપવા બાબતે કોઈ પત્ર લખેલ નથી. (૨) રાજકોટ ટાઉન પ્લાનિંગ શાખા જ્યારે રાજકોટ સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતો માહેના કોઈ બાંધકામ નકશા ને રજૂ કરવામાં આવે ત્યારે કોઈ લેખિત આદેશથી તેને નામંજૂર કરતી નથી ફક્ત આસામીને અથવા આર્કિટેકને મૌખિકથી જણાવવામાં આવે છે. (૩) રાજકોટ ટાઉન પ્લાનર શ્રી ના પરિપત્ર ની તારીખ પછીની તારીખે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સામેના એક કેસમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના એડવોકેટ શ્રી એ હાઇકોર્ટમાં ખાતરી આપેલ છે કે પીટીશનર ને સાંભળ્યા બાદ ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્થિત જૈન ઉપાશ્રયના નવા બાંધકામ નકશા ને મંજૂર કરવામાં આવશે. આમ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પણ એ વાત છુપાવેલ છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ગુજરાત હાઉસીંગ બોર્ડ લીઝ હોલ્ડર્સ એસો.ના આગેવાનો સર્વશ્રી અશોક કામદાર :- ૯૪ર૬૭ ૮પ૭૯૭, હરિશભાઇ શેઠ - ૯પ૭૪૪ રર૩૩૯, મહેશભાઇ રૂઘાણી ૯૩૭૪૧ ૦૦૦૮૦, દર્શનભાઇ સુમનભાઇ કામદાર ૮૩ર૦૭ ૪૩૭૬૮, જોષી પ્રશાંત ૯૯૯૮૬ ર૯૩પ૬, સુરેશ વિઠલાણી ૯૮રપર ૧પપ૩પ, હિરેનભાઇ મહેતા ૯૪ર૮ર ૮૬૬૦૩, શિરીષભાઇ પંડયા મો.૯૪ર૮૧ પ૮૭૧૭ નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)
(3:30 PM IST)










