તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ (રાજકોટ તથા અમદાવાદ) અને રાજસ્થાન સરકાર દ્વારા ત્રીજી વખત હૃદય રોગની વિનામૂલ્યે સારવાર માટે કરાર

રાજકોટ : તા ૧૬મી મે ૨૦૨૪ ના રોજ રાજસ્થાન સરકાર અને શ્રી સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ અમદાવાદ રાજકોટ દ્વારા ત્રીજી વખત હૃદય રોગ થી પીડિત દર્દીઓ માટે વિના મૂલ્યે સારવાર માટે હસ્તાક્ષર કરવામાં આવ્યાં.
આ કરાર મુજબ, શ્રી સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ રાજકોટ અને અમદાવાદ રાજસ્થાનના ૧૦૦૦જરૂરિયાતમંદ કાડિર્યાક દર્દીઓ પર સંપૂર્ણપણે મફતમાં ઓપરેશન કરશે.
આ પહેલા રાજસ્થાન સરકાર અને સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ દ્વારા બે વખત એમ ઓ યુ કરવામાં આવ્યાં છે.શ્રીમતી વસુંધરા રાજે (વર્ષ ૨૦૧૯) અને શ્રી અશોક ગેહલોત (વર્ષ ૨૦૨૨) માં આ એમ ઓ યુ કરવામાં આવ્યાં હતાં.
વર્ષ ૨૦૨૪ માં રાજસ્થાન ના વર્તમાન મુખ્ય મંત્રી શ્રી ભજનલાલ શર્મા ના નેતૃત્વ માં ત્રીજી વખત એમ ઓ યુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
રાજસ્થાનના હૃદય રોગ થી પીડિત દર્દીઓ છેલ્લાં ઘણા વર્ષો થી અમદાવાદ અને રાજકોટ ની શ્રી સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ ની વિના મૂલ્યે સારવાર ની સેવાનો લાભ લઇ રહ્યાં છે.
આ હોસ્પિટલમાં તમામ પ્રકારના હૃદય રોગના અપરેશન નિઃશુલ્ક થાય છે.રાજસ્થાન સરકાર દ્વારા દર્દીઓને ૫૦૦૦ રુપિયા ભાડું ભથ્થું આપવામાં આવશે.આ સુવિધા દ્વારા અત્યાર સુધીમાં રાજસ્થાનના ૪૦૦૦ થી વધુ દર્દીઓની નિઃશુલ્ક હાર્ટ સર્જરી કરવામાં આવી છે.
‘દિલ વિધાઉટ બિલ' ના નામે જાણીતી શ્રી સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ અને અમદાવાદ છેલ્લાં ૨૪ વર્ષ થી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહ્યું છે.
આ હોસ્પિટલ દ્વારા દેશના અલગ રાજ્યો સાથે કરાર થયેલ છે જેમાં ઓડિશા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ, આસામ, બિહાર અને લદ્દાખના હૃદય રોગના દર્દીઓની સારવાર વિના મૂલ્યે કરવામાં આવે છે.
ભારતના ૭ રાજ્યો અને ૬૦% થી વધારે ભારતની આબાદીને ગુજરાતની બંને શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલે વિનામૂલ્યે હૃદય રોગના દર્દીઓને એક નવું જ જીવન પ્રદાન કર્યુ છે.
શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ અમદાવાદ કે જે ભારતની સૌથી મોટી બાળકો માટેની હૃદય રોગની ચેરીટેબલ હોસ્પિટલ છે કે જે બાળકોના હૃદયના ઓપરેશન જેનો કોઈ પણ હોસ્પિટલમાં ૩ થી ૫ લાખ ખર્ચો થાય છે તેવા મોંઘા ભાવના ઓપરેશન વિનામૂલ્યે કરે છે.
(3:41 PM IST)










