<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

એસ્‍કોર્ટ સર્વિસના નામે ફ્રેન્‍ડશીપ, સસ્‍તામાં આઇફોન, સાઇડ ઇન્‍કમના નામે ફ્રોડઃ પોલીસે નાણા પરત અપાવ્‍યા

એ-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટ, એએસઆઇ એમ. વી. લુવા, હેડકોન્‍સ. જયેન્‍દ્રસિંહ, અમિતભાઇ, મનિષભાઇની ટીમની કામગીરીઃ છેતરાયેલા ૪ લોકોને ૧,૪,૭૨૪ પાછા મળ્‍યા

રાજકોટઃ સાયબર ફ્રોડના બનાવો રોજ બનતાં રહ છે. અલગ અલગ નુસ્‍ખા અજમાવી લોકોને છેતરીને નાણા ઉસેડી લેવામાં આવતાં હોય છે. આવા ચાર બનાવમાં લોકોએ ગુમાવેલા નાણા શહેર એ-ડિવીઝન પોલીસે પરત અપાવ્‍યા છે. જાણવા મળ્‍યા મુજબ તુષાર વિનોદભાઇ ભરડવા નામના અરજદારને હીના એસ્‍કોર્ટ સર્વિસના નામે કેટલોક મોકલી તેમાં અલગ અલગ છોકરીઓ સાથે ફ્રેન્‍ડશીપ અને મીટીંગ કરાવી દેવાના નામે લાલચ આપી રૂા. ૧૩૨૫૦ની ઠગાઇ કરવામાં આવી હતી. બીજા બનાવમાં જીગર પરષોત્તમભાઇ રંગાણીએ ફેસબૂકમાં સાઇડ ઇન્‍કમ માટે વર્ક ફ્રોમ હોમની જાહેરાત જોઇ તેમાં સંપર્ક કરતાં તેને ઘેર બેઠા ઓનલાઇન દવાનું વેંચાણ કરવાનું કામ અપાશે તેમ કહી લલચાવી રૂા. ૧૦ હજારનું ફ્રોડ કરાયું હતું. ત્રીજા કિસ્‍સામાં હકાભાઇ ગેલાભાઇ મુંધવાએ ઇન્‍સ્‍ટાગ્રામમાં ઓનલાઇન સસ્‍તા ભાવે આઇફોનની જાહેરાત જોઇ સંપર્ક કરતાં રૂા. ૪૫૩૦૦ની ઠગાઇ થઇ હતી. આ ઉપરાંત રાજદિપસિંહ દિલીપસિંહ ભટ્ટીએ પણ ઇન્‍સ્‍ટાગ્રામમાં સસ્‍તાભાવે હેન્‍ડસફ્રીની જાહેરાત જોઇ તે ખરીદવા રસ દાખવી રૂા. ૩૬૧૭૪ મોકલ્‍યા હતાં. જેની ઠગાઇ થઇ હતી. આ ચારેય કિસ્‍સામાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી વી. જી. પટેલની સુચના અનુસાર એ-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટ, એએસઆઇ એમ. વી. લુવા, હેડકોન્‍સ. જયેન્‍દ્રસિંહ મદારસિંહ, કોન્‍સ. અમીતભાઇ, મનિષભાઇ સહિતે છેતરાયેલા લોકોને રકમ પરત અપાવી છે.

(3:44 PM IST)