તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
૫ દિ'રાજકોટમાં માથાફાડ ગરમી પડશે
તા.૨૦ થી તા. ૨૪ સુધી ૪૫ ડિગ્રી તાપમાન રહેવાની હવામાન ખાતાની આગાહી મુજબ મનપા તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર : તડકામાં જરૂર વિના બહાર ન નીકળતા સહિતની આરોગ્યલક્ષી સલાહ

રાજકોટ તા.ર૦ : હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ એટલે કે તા.ર૦ થી તા.ર૪ મે સુધીમાં રાજકોટ સહિત રાજયમાં અનેક શહેરોમાં ૪પ ડિગ્રી તાપમાનની શકયતાઓ વ્યકત કરવામાં આવી છે
ત્યારે મનપા તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવેલ.
આગામી ૫ દિવસ રાજકોટમાં હીટ વેવની પરિસ્થિતિ રહેવાની તથા રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે.
ત્યારે અતિશય ગરમી/ હીટવેવ માટે રાજકોટ શહેરની જાહેર જનતાને આરોગ્ય વિભાગ દ્વારા ધ્યાને લેવા માટે આ મુજબની આરોગ્યલક્ષી સલાહ આપવામાં આવે છે.
હાઇડ્રેટેડ રહો
જ્યારે પણ શકય હોય ત્યારે પૂરતું પાણી પીઓ.
મુસાફરી કરતી વખતે પીવાનું પાણી સાથે રાખો.
ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન (ORS)નો ઉપયોગ કરો અને લીંબુ પાણી, છાસ/લસ્સી જેવા ઘરે બનાવેલા પીણાઓનું સેવન કરો
મોસમી ફળો અને શાકભાજી ખાઓ જેમાં પાણીનું ઙ્કમાણ વધુ હોય જેમ કે તરબૂચ, ટેટી, નારંગી, દ્રાક્ષ, અનાનસ, કાકડી, અથવા અન્ય સ્થાનિક રીતે ઉપલબ્ધ ફળો અને શાકભાજી.
શરીરને ઢાંકેલું રાખો
મહત્તમ શરીર ઢંકાય તેવા પાતળા,ઢીલા,વજનમાં હલકાં, સુતરાઉ વષાો ખાસ કરીને હળવા રંગના કપડાં પહેરો.
તમારું માથું ઢાંકેલું રાખો, સૂર્યપ્રકાશનાં સીધા સંપર્કમાં આવવા દરમિયાન છત્રી, ટોપી, ટુવાલ નો ઉપયોગ કરો.
તડકામાં બહાર જતી વખતે પગમાં ચંપલ અથવા બુટ પહેરો.
સતર્ક રહો
રેડિયો સાંભળો,ટીવી જુઓ,સ્થાનિક હવામાન સમાચાર માટે અખબાર વાંચો. હવામાનની નવીનતમ અપડેટ ભારતીય હવામાન વિભાગ (IMD)ની વેબસાઇટ https://mausam. imd.gov.in પરથી મેળવો.
બને તેટલું ઘરની અંદર રહો
હવાની અવરજવર વાળી સારી વેન્ટિલેટેડ અને ઠંડી જગ્યાએ રહો.
સીધો સૂર્યપ્રકાશ અને ગરમીના તરંગોને અવરોધિત કરોઃ દિવસ દરમિયાન બારીઓ અને પડદા બંધરાખો, ખાસ કરીને તમારા ઘરની સૂર્ય તરફ ની બાજુ. ઠંડી હવા આવવા દેવા માટે રાત્રે બારી ખોલો. જો બહાર જવાનું હોય, તો તમારી આઉટડોર એક્ટિવિટીને દિવસના ઠંડા સમય એટલે કે સવાર અને સાંજ સુધી મર્યાદિત કરો
કોના માટે વધુ જોખમકારક છે ?
નાના બાળકો, સગર્ભાસ્ત્રીઓ, બહાર કામ કરતા લોકો, વળદ્ધ લોકો, અન્ય બીમારી જેવી કે હૃદય રોગ, હાઈ બ્લડ ઙ્કેશરહોય તેવા લોકોની ખાસ કાળજી લેવી જોઈએ.
અન્ય સાવચેતીઓ
એકલા રહેતા વૃદ્ધ અથવા બીમાર લોકોની દેખરેખ રાખવી જોઇએ અને તેમના સ્વાસ્થ્યનું દૈનિક ધોરણે નિરીક્ષણ કરવું જોઈએ.
તમારા ઘરને ઠંડુ રાખો, પડદા, શટર અથવા સનશેડનો ઉપયોગ કરો અને રાત્રે સુતી વખતે બારીઓ ખુલ્લી રાખો.
શરીરને ઠંડુ કરવા માટે પંખા, ભીના કપડાનો ઉપયોગ કરો.
આટલું ના કરો
તડકામાં બહાર નીકળવાનું ટાળો. ખાસ કરીને બપોરે ૧૨:૦૦ થી ૦૩:૦૦ વાગ્યાની વચ્ચે.
બપોરે બહાર હોય ત્યારે વધુ મહેનતવાલીઙ્ઘવૃત્તિઓ ટાળો.
ખુલ્લા પગે બહાર ન જાવ.
ઉનાળાના સૌથી ગરમ સમય દરમ્યાન રસોઈ કરવાનું ટાળો. રસોઈ વિસ્તારમાં હવાની પર્યાપ્ત રીતે અવરજવર થાય તે માટે દરવાજા અને બારીઓ ખોલો.
આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફટ ડ્રિંકસ અથવા મોટી માત્રામાં ખાંડવાળા પીણાં ટાળોજે વાસ્તવમાં, શરીરને વધુ પ્રવાહીની ખોટ તરફ દોરી જાય છે અથવા પેટમાં ખેંચાણ થઈ શકે છે.
પાર્ક કરેલા વાહનમાં બાળકો અથવા પાલતુ પ્રાણીઅહોને છોડશો નહિ. વાહનનીઅ ંદરનું તાપમાન જોખમી બની શકે છે. (૬.૧૭)
સોમ, મંગળ, બુધ, ગુરૂ કેટલું રહેશે તાપમાન ?
તારીખ મહત્તમ લઘુતમ શકયતા
તાપમાન તાપમાન
તા.ર૦ મે ૪પ રપ Most likely
તા.ર૧ મે ૪પ રપ Most likely
તા.ર૨ મે ૪પ રપ Very likely
તા.ર૩ મે ૪પ રપ Very likely
તા.ર૪ મે ૪પ રપ Very likely
હિટ સ્ટ્રોકનાં લક્ષણો
શરીરનાંતાપમાનમાંવધારો.
ગભરામણ થવી.
ઉલટી -ઉબકા થવા .
પરસેવો બંધ થવો.
અમુક સંજોગોમાં બેભાન થવું.
જો કોઈ વ્યક્તિને હીટસ્ટ્રોકની અસરથાય ત્યારે નીચે દર્શાવ્યા મુજબના પગલા ત્વરીત લેવામાં આવે તો ખુબ જ અસરકારક છે.
જો શકય હોય તો દર્દીને ઠંડી જગ્યાએ ખસેડો.
ત્વચાના મોટા ભાગોમાં અથવા કપડાં પર ઠંડુ પાણી લગાવવું.
વ્યક્તિને શકય તેટલો પવન નાખો.
શકય હોય તો ઓ.આર.એસ. નું દ્રાવણ અથવા લીંબુ પાણી આપવું
(4:13 PM IST)










