<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

રાજકોટ એસટી ડીવીઝન દ્વારા ગરમી સામે રક્ષણ મેળવવા તમામ ડ્રાઇવરો - કંડકટરને ગ્‍લૂકોઝના પેકેટો અપાયા

દર અઠવાડિયે ડ્રાઇવર - કંડકટરનું મેડિકલ ચેકઅપ : સુરેન્‍દ્રનગર પંથકમાં હવે પેકેટો અપાશે

 

રાજકોટ તા. ૨૦ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રમાં છેલ્લા એક અઠવાડિયાથી આકરી ગરમી પડી રહી છે અને ખાસ કરીને એસ.ટી.બસ.ના ડ્રાઈવર તથા કડકટરને લુ ન લાગે તે માટે ગ્‍લુકોઝના પેકેટ આપવામાં આવ્‍યા છે તેમજ નિયમિત રીતે મેડિકલ ચેક કરવામાં આવી રહ્યું છે તેમ રાજકોટ વિભાગીય નિયામક કલોતરાએ ‘અકિલા'ને જણાવ્‍યું હતું.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રમાં  તાપમાનનો પારો ૪૪ ડીગ્રી ને પાર કરી ગયો છે ત્‍યારે એક ગામથી બીજા એસ.ટી.બસ લઈને જતા ડ્રાઈવર તથા કડકટરને લૂ ન લાગે તે માટે રાજકોટ એસ.ટી.ડીવીઝન દ્વારા ગ્‍લુકોઝ ના પેકેટ આપવામાં આવી રહ્યા છે જેના કારણે શરીરમાં પાણીનું લેવલ ન ઘટે તથા લૂ થી બચી શકાય. આ ઉપરાંત સુરેન્‍દ્રનગર જિલ્લામાં પણ ડ્રાઈવર તથા કડકટરને ગ્‍લુકોઝના પેકેટ ટુંક સમયમાં આપવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું તથા રાજકોટ એસ.ટી.ડીવીઝન હેઠળના તમામ ડેપોમાં ડ્રાઈવર તથા કંડકટરનું નિયમિત મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે તેમ નિર્દેશ આપ્‍યો હતો.

(4:15 PM IST)