<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

અમે સિવીલ હોસ્‍પીટલના અધીક્ષકને આત્‍મ વિલોપનની કોઇ ધમકી આપી નથીઃ પોલીસમાં ખોટી ફરીયાદ કરી છેઃ કલેકટર તપાસ કરાવે

રાજકોટ કામદાર યુનિયનનું આવેદનઃ ન્‍યાય નહિં મળે તો સોમવારે પ૦૦ થી ૭૦૦ લોકોના સિવીલમાં ધરણા... : સિવીલ હોસ્‍પીટલના દરેક વોર્ડમાં એસી નાંખો નહિ તો અમે મામલતદારો-ડે. કલેકટરો-પોલીસ અધિકારીઓની ઓફીસના એસી ઉતારી લઇશું: આગેવાનોની જાહેરાત

 

રાજકોટ તા. ર૦: રાજકોટ કામદાર યુનિયનના આગેવાનોએ કલેકટરને આવેદન પાઠવી પી.ડી.યુ. રાજકોટ તબીબી અધિક્ષકશ્રીએ અમારા ઉપર આક્ષેપો કરી પોલીસમાં કરેલ અરજીની તપાસ કરી સત્‍ય હકીકત બહાર લાવવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે, કામદાર યુનિયન અને સમસ્‍ત અનુસુચિત જાતિ અધિકાર આંદોલનનાં આગેવાનો દ્વારા તા. ૧પ-૦પ-ર૦ર૪ના રોજ વર્ગ-૪ના કર્મચારીઓને થતા અન્‍યાય, શોષણ અને સિવિલ હોસ્‍પિટલ રાજકોટમાં ભ્રષ્‍ટાચારોની તપાસ કરવા અને રાજકોટ સિવિલ હોસ્‍પિટલના વર્ગ-૪ના કર્મચારીઓને ન્‍યાય આપવા બાબતની રજુઆત કરવા માટે તબીબી અધિક્ષકશ્રીને મળવા ગયેલ હતા. જેમાં તેઓએ અમારી રજુઆત સાંભળી હતી. પરંતુ પાછળથી તેઓએ અમારા વિરૂધ્‍ધ રાજકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવેલ જેમાં તા. ૧૮-૦પ-ર૦ર૪ના રોજ સદર પોલીસ ચોકીમાં અમોને જવાબ લખાવવા માટે બોલાવતા અમોને જણાવેલ કે પી.ડી.યુ. તબીબી અધિક્ષકશ્રી આર. એસ. ત્રિવેદી દ્વારા અમારા વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવેલ છે કે અમોએ આત્‍મવિલોપનની ધમકી આપેલ અને હેરાન પરેશાન કરેલ છે. જે બાબતમાં આપને અમારાી રજુઆત છે કે ઉપરોકત બાબતની આપના લેવલથી તાત્‍કાલિક તપાસ કરવામાં આવે અને અમારા વિરૂધ્‍ધ આવી ખોટી અરજી કરી અમોને ભયભીત કરવાના તેમજ સતાનો દુરઉપયોગ કરીને અમોને ડરાવી પી.ડી.યુ. રાજકોટમાં થયેલ કૌભાંડો તેમજ પી.ડી.યુ. રાજકોટના વર્ગ-૪ ના કર્મચારીઓ જેમાં ૯૯% અનુસૂચિત જાતિના ગરીબ લોકો છે. તેનું થઇ રહેલ આર્થિક શોષણને દબાવવાના પ્રયત્‍નો પી.ડી.યુ. રાજકોટના તબીબી અધિક્ષકશ્રી કરી રહ્યા છે. ગરીબો અને શોષિતોના અધિકારો માટે અમે લડતા રહીશું જેની નોંધ તબીબી અધિક્ષકશ્રીએ લેવી રહે. તેમજ આપને પણ વિનંતી છે કે અમે આત્‍મવિલોપનની કોઇ ધમકી નથી આપી તેમજ અમારા દ્વારા એક પણ દર્દીને તકલીફ આપવામાં નથી આવી. આ ઉપજાવી કાઢેલી વ ાત છે. જેની સી.સી.ટી.વી. વગેરે દ્વારા આપના માર્ગદર્શનમાં તપાસ કરવામાં આવે અને સતાનો દુરઉપયોગ કરનાર અમોને ભયભીત કરનાર જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવે અન્‍યથા તા. ર૭-૦પ-ર૦ર૪ ને સોમવારના રોજ અનુસૂચિત જાતિના આગેવાનો કાર્યકર્તાઓ સાથે બહોળી સંખ્‍યામાં રેલી અથવા ધરણા કરવાની અમોને ફ.રજ પડશે.

 આગેવાનોએ જણાવેલ કે સોમવારે પ૦૦ થી ૭૦૦ લોકો સીવીલ અધિક્ષકની ઓફીસી સામે ધરણા કરશે. દેખાવો કરશે, તથા જો દરેક વોર્ડમાં એસી નહિં નખાય તો અમે મામલતદારો-ડે. કલેકટરો-પોલીસ અધિકારીઓની ઓફીસમાં રહેલા એસી. ઉતારી લઇશું, તેમ માવજીભાઇ રાખશીયા, પારસ મેડીયા વિગેરેએ કલેકટર કચેરી ખાતે પત્રકારોને આગામી આંદોલન અંગે ઉમેર્યું હતું.

(3:53 PM IST)