<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

ગુજરાત ગેસના નિર્ણય સામે એજન્‍સીઓના આંદોલનના મંડાણઃ ર૩મીથી બીલ નહિ સ્‍વીકારેઃ બેમુદતી હડતાલ

મેનેજરને આવેદન આપ્‍યું: ર હજારથી વધુનું બીલની રકમ ફરજીયાત ડિજીટલ કરવાનો નિર્ણય તઘલખી છે... : હડતાલ પડશે તો ગ્રાહકોમાં દેકારો મચી જશેઃ પ૦ હજાર ગ્રાહકો એજન્‍સીમાં બીલ ભરે છે

રાજકોટ તા. ર૦: ગુજરાત ગેસ લીમીટેડ માટે બીલ કલેકશન એજન્‍સી તરીકેક ામ કરતા ધંધાર્થીઓના એસો.ના પ્રમુખ રમેશભાઇ વેકરીયાએ જણાવ્‍યું છે કે, સમગ્ર રાજકોટની ગુજરાત ગેસ લી.ની બીલ કલેઢકશન એજન્‍સીઓ તા. ર૩-૦પ-ર૦ર૪ થી અનિヘતિ મુદત માટે હડતાલ ઉપર ઉતરી જશે.

તેમણે જણાવ્‍યું હતું કે, અમો ૧૦ વર્ષોથી વધુ સમયથી નજીવા મહેનતાણાથી અવિરતપણે ગુજરાત ગેસ લી.ના ગેસ બીલો સ્‍વીકારવાનું કાર્ય નિષ્‍ઠાપૂર્વક કરીએ છીએ.

હાલ અમોને ગુજરાત ગેસ લી. દ્વારા પત્રથી જાણ કરવામાં આવે છે કે ૧-૬-ર૦ર૪ થી ર૦૦૦ થી ઉપરની રકમના ડોમેસ્‍ટીક બીલ તથા દરેક મોમર્શીયલ બીલ ચેક અથવા રોકડાથી ભરી શકાશે નહીં ગ્રાહકોએ આવા બીલ ફરજીયાત પણે ડિજિટલ જ ભરવા પડશે.

અમારે ત્‍યાં આવતા મહત્તમ ગ્રાહકો ડિજિટલી પેમેન્‍ટ કરવા સક્ષમ નથી તથા ઓનલાઇન છેતરપીંડીના ડરથી પણ ઓનલાઇન પેમેન્‍ટ કરવા ઇચ્‍છતા ન હોઇ ગુજરાત ગેસ લી.નો આ તઘલખી નિર્ણય અમારા માટે તથા અમારે ત્‍યાં આવતા ગ્રાહકો માટે કષ્‍ટદાયક હોઇ અમો આ નિર્ણયના વિરોધમાં તા. ર૩-૦પ-ર૦ર૪ થી આ સમસ્‍યાનું સમાધાન ન થાય ત્‍યાં સુધી સમગ્ર રાજકોટની બીલ કલેકશન એજન્‍સીઓ ગેસ બીલ સ્‍વીકારવાનું સ્‍થગીત કરશું.

દરમિયાન એસો. દ્વારા ગુજરાત ગેસના મેનેજરને આવેદન પાઠવી. કમિશન દર વધારી આપવા તથા અમારી એજન્‍સીઓમાં ડોમેસ્‍ટિક તથા કોમર્શિયલ દરેક બિલ રૂા. ૧૦,૦૦૦ સુધી રોકડ અને ચેકથી તેમજ રૂા. ૧૦,૦૦૦ થી વધુ ના બિલ ચેકથી સ્‍વીકારી શકાય તેવી મંજૂરી આપવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે, હાલના સમયમાં વધી જતી અસહ્ય મોંઘવારીમાં દરેક એજન્‍સીઓને માણસોના પગાર, દુકાનોનું ભાડું, ઇલેકિટ્રક બિલ, કોમ્‍પ્‍યુટર મેન્‍ટેનન્‍સ, સ્‍ટશનરી, વ્‍હીકલ ખર્ચ, ઇન્‍ટરનેટ જેવી દરેક બાબતોમાં ખર્ચ ખૂબ જ વધી ગયેલ છે. ડિજિટલ પેમેન્‍ટનો વ્‍યાપ વધતા અમારે રસીદોની સંખ્‍યામાં પણ ઘટાડો થયેલ છે. જેની સંસ્‍થાઓને બિલ કલેકશન સેન્‍ટરનો નિભાવણી ખર્ચ પણ મળતો નથી.

હાલ અમોને આપના દ્વારા પત્રથી જાણ કરવામાં આવેલ છે કે તા. ૧-૬-ર૦ર૪ થી રૂપિયા ર૦૦૦ થી ઉપરથી રકમના ડોમેસ્‍ટિક બિલ તેમજ દરેક કોમર્શિયલ બિલ અમો ચેક અથવા રોકડેથી સ્‍વીકારી શકીશું નહીં. વર્તમાન સમયમાં આપનો આ નિર્ણય અમારા માટે પડયા ઉપર પાટા સમાન છે. અગાઉ આપના દ્વારા રૂા. ૧૦,૦૦૦થી ઉપર ચેકથી નાણા સ્‍વીકારવાનું બંધ કરતા અસંખ્‍ય ગ્રાહકો હાલ પણ કષ્‍ટ ભોગવી રહ્યા છે. જેને ડિજિટલ પેમેન્‍ટની વ્‍યવસ્‍થા ન હોય તેવા ગ્રાહકો બીજાના ખાતામાં ચેકથી નાણા ટ્રાન્‍સફર કરીને ડિજિટલ બિલ ભરે છે.

ઘણા સમય અંતરથી બિલ કલેક્‌શન એજન્‍સીઓ નિષ્‍ઠાપૂર્વક મગુજરાત ગેસ લિમિટેડના પાયાના સ્‍તંભની જેમ અવિરત કાર્ય કરે છે તથા હાલ અમારે ત્‍યાં આવતા ગ્રાહકોમાંના મહત્તમ ગ્રાહકો ડિજિટલ પેમેન્‍ટ કરવા સક્ષમ ન હોય તથા ઓનલાઇન છેતરપિંડીના ભયથી પણ ઓનલાઇન પેમેન્‍ટ કરવા ઇચ્‍છતા ન હોયમ અમારા સેન્‍ટરમાં ડોમેસ્‍ટિક તથા કોમર્શિયલ દરેક બિલ રૂા. ૧૦,૦૦૦ સુધી રોકડા અને ચેકથી તેમજ રૂા. ૧૦,૦૦૦ થી વધુના બીલ ચેકથી સ્‍વીકારી શકાય તેવી મંજૂરી આપવા વિનંતી તથા કમિશન પ્રતિ રસીદ રૂા. ૮ માંથી વધારી રૂા. ૧૩ કરી આપવા યોગ્‍ય કરશો.

ઉપરોકત મુદાઓ પરથી સ્‍પષ્‍ટ થાય છે કે વર્તમાન કમિશનના દરમાં તથા ફકત રૂપિયા ર૦૦૦ થી નીચેના ડોમેસ્‍ટિક બિલની રસીદોમાંથી થતી આવક કરતા બિલ કલેક્‌કશન સેન્‍ટરનો નિભાવણી ખર્ચ વધી જાય તેવી પરિસ્‍થિતિ હોય અમોને આ જનકલ્‍યાણ અભિયાન તારીખ ર૩/૦પ/ર૦ર૪થી અનિヘતિ મુદત માટે સ્‍થગીત કરવાની ફરજ પડશે.

(3:58 PM IST)