<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

રાજકોટ નાગરિક બેંક બચાવો સંઘની સ્‍થાપનાથી ખળભળાટ

રાજકોટઃ રાજકોટની નાગરિક બેંક સામે પૂર્વ કર્મચારીઓ અને અગ્રણીઓએ નાગરિક બેંક બચાવો સંઘની સ્‍થાપના કરી હોવાનું જાણવા મળે છે. આ સંસ્‍થાના પ્રમુખ ચંદુભા પરમાર બન્‍યા છે અને તેમણે એક યાદીમાં કેટલાક સનસનીખેજ ખુલાસાઓ કરી બેંકને બચાવવા માટે જરૂર પડયે રણનીતિ અને કાર્યક્રમો જાહેર કરવાની ચિમકી આપી છે. તેમણે અખબારી યાદીમાં બેંકની જુનાગઢ અને અમદાવાદ તથા મુંબઇ શાખામાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડનો પણ ઉલ્લેખ કર્યો છે.

ગ્રાહકો, થાપણદારો, સભાસદો, લોનીઓ વિગેરે ૧૦ લાખથી વધુ લોકો પ્રત્‍યક્ષ કે અપ્રત્‍યક્ષ રીતે બેંક સાથે આર્થિક રીતે જોડાયેલા છે. છેલ્લા દોઢ વર્ષમાં મુંબઇની કાલબાદેવી અને ઘાટકોપર બ્રાન્‍ચના એક સમાન ૨૫ જેટલા ફ્રોડ તથા જુનાગઢ બ્રાન્‍ચમાં પણ એક જ કુટુંબે ૩૫થી વધુ લોનો જુદી-જુદી બેનામી વ્‍યકિતઓના નામે મિલ્‍કતની બજાર કિંમત કરતા ત્રણ ગણી લઇ બેંકના નાણાં ખોટી રીતે મેળવ્‍યાનું મળી આવ્‍યુ છે. કાલબાદેવીની ૨ બોગસ લોનમાં કે જે અલીબાગની મિલ્‍કત ખરીદીના લોન સ્‍વંય બેંકના સી.ઇ.ઓ. શર્મા અને ડી.જી.એમ. રાયચુરાએ કાયદા, નિયમો અને બેંકનું હિત કોરાણે મુકીને આ લોન મંજુર કરેલ છે. આજે તે મિલ્‍કત સામે અપાયેલી લોનની રકમા ૩૩ ટકાની રકમમાં પણ કોઇ ખરીદનાર નથી. અને હાલ બેંકના રૂા.૮૫ લાખ ફસાઇ ગયા છે. આ ફ્રોડ ખુબ જ ગંભીર છે.

આવા અનેક ફ્રોડ અને ચોક્કસ સિન્‍ડીકેટની પેઢી સામે નાગરિક બેન્‍ક બચાવો સંઘ અવાજ ઉઠાવે છે અને જનજાગૃતિના કાર્યક્રમો ચોક્કસ રણનીતિ સાથે આગામી દિવસોમાં કરશે તેમ સંઘના પ્રમુખ ચંદુભા પરમારની યાદીમાં અંતમાં જણાવાયુ છે.

 

(4:15 PM IST)