તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
મનપાના ટીપ્પર વાહનના કર્મી.ઓને પગાર આપોઃ રજૂઆત

રાજકોટઃ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સેન્ટ્રલ ફોર ડેવલોપમેન્ટ (સીડીપી) મારફત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં.૧૩, ૧૪ અને ૧૭ માં ટીપ્પર વાહનમાં ડ્રાઇવર તથા હેલ્પર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ જે ડ્રાઇવરો ને ત્યારે હાલમાં છેલ્લા ૬ થી ૭ માસ દરમ્યાન તેઓને પગાર ચુકવવામાં આવેલ નથી. તાત્કાલીક ધોરણે તેમનો પગાર આપી તેમને ફરજ પર ચાલુ રાખવા શહેર કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆતમાં મહેશ રાજપૂત, નરેશ સાગઠિયા ઉપસ્થિત રહ્યા હતા.
(4:33 PM IST)










