<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

એક તો ગરમી ઉપરથી વીજતંત્રના 'સોમનાથ' ફીડરનો ઉપાડોઃ રાત્રે ૨ વાગ્યા સુધી હજારો લોકો હેરાન-પરેશાન

છાશવારે આ ફીડર બેસી જાય છે છતા જવાબદાર અધીકારીઓ કશું ઉકાળતા નથી લોકોના આક્ષેપોઃ સડી ગયેલા એન્જીન જેવા આ ફીડર છેઃ એક ડઝન સાસાયટીના લોકો બફારાથી અકળાઇ ઉઠયા

રાજકોટ તા. ૨૧:રાજકોટ વીજતંત્રનો સોમનાથ ફીડર બહુ ગવાઇ ગયો છે. છાશવારે આ ફીડર બેસી  જાય છે.અને આ ફીડરમા઼ આવતા હજારો લોકો હેરાન-પરેશાન થાય છે.ે સ્માર્ટ મીટર નાખવાના દાવા વચ્ચે ગઇકાલે રાત્રે હજારો ઘરોમાં સડી ગયેલા એન્જીન સમાન સોમનાથ ફીડર ટ્રીપમાં જતા કલાકો પરથી લાઇટો ગૂલ થઇ ગઇ હતી ફરીયાદોના ઢગલા થયા પરંતુ કોઇ જવાબદાર અધીકારી ફોન ઉપાડતા ન હતા લોકો હેરાન -પરેશાન થઇ ગયા હતા. લોકોના કહેવા મુજબ પીજીવીસીએલ ના જૂની છકડોના સડીગયેલા એન્જીન સમાન સોમનાથ ફીડર ના અવારનવાર ધાંધિયા છતાં અધિકારીઓ ગઇ કાલે સરકારી કર્મચારી સોસાયટીમાં સોમનાથ સોસાયટી,ચંદનપાર્ક ગુલમ્હોર રેસિડેન્સી સહિત ૧૦૦૦ થી વધુ ઘરોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી પીજીવીસી એલ ના ફરિયાદના ડબલામાં સતત ફોન વ્યસ્ત અનેક કંમ્પ્લેઇન પણ થયા હતા છતા બે કલાક સુધીં લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા રાત્રે ૧વાગ્યે પણ લાઇટો આવી ન હતી.તો અમીન માર્ગ અને નંદા હોલ જયમલ પરમાર માર્ગ ઉપર ત્રણ કલાકથી લાઇટો બંધ રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.

(4:49 PM IST)