News of Tuesday, 21st May 2024
રાજકોટ શહેર ટ્રાફિક પોલીસને ધોમધખતા તાપમાં ફરજમાં રાહત આપતાં ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ: બપોરે દોઢથી સાડા ચાર પોઇન્ટ પર હાજર રહેવાથી મુક્તિ

રાજકોટ: હાલ અસહ્ય ગરમી પડતી હોઇ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ કે જે અસહ્ય ગરમીમાં પણ ફરજ બજાવતા હોય છે તેમને ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ દ્વારા ફરજના સમયમાં ફેરબદલ કરી રાહત અપાઈ છે. તે મુજબ હવે ટ્રાફિક પોલીસ કર્મચારીઓ હવે બપોરે 1.30 થી 4.30 ટ્રાફિક પોઇન્ટ પર ફરજ હાજર રહેશે નહિ..હવેથી ટ્રાફિક શિફ્ટ નો સમય સવારે 7.00 થી 1.30 અને સાંજે 5.00 થી રાત્રે 12.00 સુધી રહેશે..વચ્ચેના સમયમાં પો સ ઈ જીપમાં પેટ્રોલિંગ કરશે અને બેડી ચોકડી, ગોંડલ ચોકડી કે ગ્રીન લેન્ડ ચોકડી જેવા અગત્યના પોઇન્ટ પર ટ્રાફિક જામ ન થાય તેનું ધ્યાન રાખશે. ઉપરાંત ટ્રાફિક પોલીસ ગોગલ્સ અને કેપ પહેરી શકશે.તેમ એસીપી ટ્રાફિક જે.બી. ગઢવીએ જણાવ્યું હતું.
(7:44 PM IST)










